27 June, 2025 05:10 PM IST | California | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
જુગાડની કિંમત માત્ર ભારતમાં જ થાય છે એવું નથી, અમેરિકામાં પણ થાય છે. ખાસ કરીને કંઈક નવું ઇન્વેન્શન કરવાનું પ્રોત્સાહન આપવાનું હોય ત્યારે પહેલાં જુગાડ જ બને છે. કૅલિફૉર્નિયાની એક સ્કૂલે તાજેતરમાં વૉકિંગ ઑન વૉટર નામની સ્પર્ધા રાખી હતી. એમાં સ્ટુડન્ટ્સે પોતપોતાની રીતે એવાં સાધનો વિકસાવવાનાં હતાં જેમની મદદથી તેઓ પાણી પર ચાલી શકે. પાણી પર તરતાં વાહનો તો બધા જ બનાવે છે, પરંતુ એ વાહનોની મદદથી પાણી પર ચાલતા હોઈએ એવી ઇફેક્ટ મળે એ આ સ્પર્ધાનો હેતુ હતો. કૅલિફૉર્નિયાનાં બાળકોએ જુગાડ લગાવીને ઇમ્પ્રેસિવ વૉકર બનાવ્યાં હતાં. એમાં એક તો ટ્રેડમિલ જેવી અસર કરતું હતું. બેઉ હાથમાં હૅન્ડલ પકડીને પાણી પર ચાલતા હો તો એનર્જી પણ બળે અને શરીરને કસરત પણ મળે.