સુરતના રેલવે-સ્ટેશનના ફૂડ-સ્ટૉલ પર ડિસ્પ્લે બૉક્સમાં પફ ખાતો ઉંદર જોવા મળ્યો

01 September, 2026 12:14 PM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

સુરત રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર-૧ પરના ફૂડ સ્ટૉલનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં ફૂડ ડિસ્પ્લે બૉક્સમાં ઉંદર પફ ખાતો જોવા મળ્યો. ફરિયાદ બાદ રેલવે પ્રશાસને સ્ટૉલ બંધ કરાવી સફાઈ કરાવી.

સુરતના રેલવે-સ્ટેશનના ફૂડ-સ્ટૉલ પર ડિસ્પ્લે બૉક્સમાં પફ ખાતો ઉંદર જોવા મળ્યો

હોટેલ, રેસ્ટોરાં હોય કે કોઈ કૅન્ટીન, ફૂડની ગુણવત્તા અને સફાઈ બાબતે કોઈ ગૅરન્ટી નથી એ વાત વારંવાર પુરવાર થઈ રહી છે. સુરતના રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર વન પરના ફૂડ-સ્ટૉલનો એક વિડિયો વાઇરલ થયો છે. એમાં જ્યાં ફૂડ ડિસ્પ્લે કરવામાં આવ્યું હોય એ બૉક્સમાં ઉંદરમામા પફ ખાઈ રહ્યા છે. વિડિયો ૨૯ ઑગસ્ટે - સવારે લગભગ ૩.૧૫ વાગ્યે લીધેલો છે. આ વિડિયો વાઇરલ થયો અને પછી એમાં કરવામાં આવેલો દાવો પણ સાચો ઠર્યો એટલે રેલવે-પ્રશાસને તરત જ એ ફૂડ-સ્ટૉલ બંધ કરાવીને સાફસફાઈ કરાવી હતી.

surat gujarat news gujarat social media viral videos social networking site offbeat news hatke news indian railways