૧ ફુટ ૮.૬ ઇંચ લાંબું મરચું

27 August, 2026 03:55 PM IST  |  Bern | Gujarati Mid-day Correspondent

સ્વિટ્ઝરલૅન્ડના જુર્ગ વિસ્લીએ એક ફુટથી પણ લાંબું મરચું ઉગાડીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. ૧૧ ઑગસ્ટે ઉગેલું તેમનું મરચું ૧ ફુટ ૮.૬ ઇંચ લાંબું હતું.

૧ ફુટ ૮.૬ ઇંચ લાંબું મરચું

સ્વિટ્ઝરલૅન્ડ સુંદર પહાડો, ચીઝ અને ચૉકલેટ માટે જાણીતું છે; પરંતુ જુર્ગ વિસ્લી નામના એક ભાઈએ સ્વિટ્ઝરલૅન્ડને મરચાં માટે પણ વિશ્વમાં ખ્યાતિ અપાવી છે. આ ભાઈ ખેતીના શોખીન છે. તેમણે લાંબાં મરચાંની ખેતી કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આપણે ત્યાં સામાન્ય રીતે મરચું વધુમાં વધુ એકથી દોઢ વેંતનું હોય છે, પણ જુર્ગ વિસ્લીભાઈએ એક ફુટથીયે લાંબું મરચું ઉગાડ્યું છે. આ ભાઈ પોતાના જ રેકૉર્ડને સમયાંતરે તોડતા રહ્યા છે. સૌથી પહેલાં તેમણે ૨૦૧૮માં લાંબું મરચું ૧ ફુટ ૭ ઇંચનું ઉગાડ્યું હતું. એ પછી ૨૦૨૫માં પોતાનો રેકૉર્ડ તોડીને ૧ ફુટ ૭.૮ ઇંચનું મરચું ઉગાડ્યું. તાજેતરમાં ૧૧ ઑગસ્ટે તેમના ખેતરમાં ૧ ફુટ ૮.૬ ઇંચનું મરચું ઊગ્યું હતું. આ તેમનો લેટેસ્ટ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ છે. 

switzerland guinness book of world records world news international news offbeat news hatke news