માના મૃત્યુ પછી દોઢ વર્ષના ભાઈને લઈને સ્કૂલમાં જાય છે બહેન

03 June, 2026 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘરે કોઈ ભાઈનું ધ્યાન રાખવાવાળું નથી અને જો ભાઈને સાચવવા માટે સ્કૂલ ન જાય તો પોતાનું ભવિષ્ય ખરાબ થાય એટલે આ છોકરીએ ભાઈને લઈને સ્કૂલમાં ભણવા જવાનું નક્કી કર્યું છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સોશ્યલ મીડિયા પર એક વિડિયો સામે આવ્યો છે જેમાં એક ‌ટીનેજર છોકરી તેના દોઢ વર્ષના ભાઈને કેડમાં ઉપાડીને સ્કૂલમાં ભણવા આવી છે. વિડિયોમાં એવો દાવો થઈ રહ્યો છે કે નવમા ધોરણમાં ભણતી આ છોકરીની મમ્મી ગુજરી ગઈ છે. મમ્મીના ગયા પછી આ છોકરી તેના ભાઈ માટે મા જેવી જવાબદારી ઉઠાવી રહી છે. વિડિયોમાં તેની ટીચર આ છોકરીને તેની સાથે બાળક કેમ છે એવું પૂછવા જાય છે ત્યારે વાત કરતાં-કરતાં છોકરી રડી પડે છે અને મોં છુપાવી લે છે. ઘરે કોઈ ભાઈનું ધ્યાન રાખવાવાળું નથી અને જો ભાઈને સાચવવા માટે સ્કૂલ ન જાય તો પોતાનું ભવિષ્ય ખરાબ થાય એટલે આ છોકરીએ ભાઈને લઈને સ્કૂલમાં ભણવા જવાનું નક્કી કર્યું છે.

offbeat news social media viral videos