✕

૧૮ વર્ષની આ ટીનેજર ન્યુ યૉર્કના ૧૪૨૮ ફુટ ઊંચા બિલ્ડિંગ પર ચડી ગઈ, ૯૧મા માળે પોલીસે પકડી લીધી

20 November, 2026 04:04 PM IST  |  New York | Gujarati Mid-day Correspondent

છોકરીને ટાવર પર સ્પાઇડરમૅનની જેમ લટકતી જોઈને ભીડ એકઠી થઈ ગઈ હતી અને તરત જ ન્યુ યૉર્ક પોલીસ અલર્ટ થઈ ગઈ હતી. ન્યુ યૉર્ક પોલીસ ફાયર-ડિપાર્ટમેન્ટની મદદ લઈને એ બિલ્ડિંગ પાસે પહોંચી ત્યાં સુધીમાં વિવિયન ૯૧મા માળે પહોંચી ગઈ હતી.

જોખમી સ્ટન્ટ

અમેરિકાના મૅનહટનમાં જ્યાં અબજોપતિઓનાં ઘરો છે એ વિસ્તારના બહુમાળી બિલ્ડિંગ પર સોમવારે સાંજે એક ટીનેજર ચડી ગઈ હતી. વિવિયન વાર્નોક નામની આ ટીનેજરે કોઈ જ હાર્નેસ વાપર્યા વિના ૧૪૨૮ ફુટ ઊંચા આ ટાવર પર ચડવાનું શરૂ કર્યું હતું. આ બિલ્ડિંગ ૯૧ માળનું છે. આ છોકરીને ટાવર પર સ્પાઇડરમૅનની જેમ લટકતી જોઈને ભીડ એકઠી થઈ ગઈ હતી અને તરત જ ન્યુ યૉર્ક પોલીસ અલર્ટ થઈ ગઈ હતી. ન્યુ યૉર્ક પોલીસ ફાયર-ડિપાર્ટમેન્ટની મદદ લઈને એ બિલ્ડિંગ પાસે પહોંચી ત્યાં સુધીમાં વિવિયન ૯૧મા માળે પહોંચી ગઈ હતી. અહીં તેનું સ્વાગત કરવા માટે ન્યુ યૉર્ક પોલીસ ઊભી જ હતી. તેને પ્રાઇવેટ બિ‌લ્ડિંગ પર જોખમી સ્ટન્ટ કરવા બદલ પકડી લીધી હતી. વિવિયનને ખબર હતી કે તેની ધરપકડ થશે જ એટલે જ્યારે પોલીસ આવી ત્યારે તે પણ તૈયાર હતી. થોડાક કલાકોની પૂછપરછ અને ચેતવણી આપીને પોલીસે વિવિયનને છોડી મૂકી હતી.

united states of america new york world news international news offbeat news fire incident manhattan