ભાડૂતે બદલો લેવા મકાન જ ઉડાવી દીધું

15 January, 2022 11:05 AM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

હાલમાં આ વ્યક્તિ પોલીસ-કસ્ટડીમાં છે

મકાન

મકાનમાલિક ઘરમાંથી બહાર કાઢી રહ્યો હોવાથી રોષે ભરાયેલા ભાડૂતે તેનું મકાન જ ઉડાવી દીધું હતું. વહેલી સવારના ચાર વાગ્યાની આસપાસ સ્પેનના પોન્ફેરાડામાં એક મોટો વિસ્ફોટ થયો હતો. એના કાટમાળરૂપી પથ્થરો પહાડના રસ્તા પર પથરાઈ ગયા હતા. ગૅસ-વિસ્ફોટ શહેરના કેલે અલ્કોન વિસ્તારના એક અપાર્ટમેન્ટમાં થયો હતો, જેમાં બિલ્ડિંગની છત ઊડી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ તે જે મકાનમાં ભાડે રહેતો હતો એ મકાન તેને ખાલી કરવાનું હોવાથી તે રોષે ભરાયો હતો. હાલમાં આ વ્યક્તિ પોલીસ-કસ્ટડીમાં છે. આ વિસ્ફોટને કારણે ઘરમાં આગ લાગી હતી, જેમાં બધું જ બળીને ભસ્મ થઈ ગયું હતું.

offbeat news international news