તમામ બચત વાપરીને ૪૫૮૦ લૉટરીની ટિકિટ ખરીદી, રિઝલ્ટમાં ત્રણ કરોડ રૂપિયાની લૉટરી લાગી

06 February, 2026 01:16 PM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

થાઇલૅન્ડમાં એક મિડલ-એજેડ પુરુષે તેણે અત્યાર સુધીમાં મહેનત કરીને કમાઈને બચાવેલી તમામ રકમ લૉટરીની ટિકિટ ખરીદવામાં વાપરી નાખી હતી

એક મિડલ-એજેડ પુરુષે તેણે અત્યાર સુધીમાં મહેનત કરીને કમાઈને બચાવેલી તમામ રકમ લૉટરીની ટિકિટ ખરીદવામાં વાપરી નાખી હતી

થાઇલૅન્ડમાં એક મિડલ-એજેડ પુરુષે તેણે અત્યાર સુધીમાં મહેનત કરીને કમાઈને બચાવેલી તમામ રકમ લૉટરીની ટિકિટ ખરીદવામાં વાપરી નાખી હતી. તેણે ૧૩ લાખ ૫૭ હજાર રૂપિયાની કુલ ૪૫૮૦ ટિકિટો ખરીદી હતી. તેણે દરેક ટિકિટની પાછળ શૂન્ય અથવા તો બેનો આંકડો આવે એ રીતે આંકડાઓની પસંદગી કરી હતી. જ્યારે તે આ કરી રહ્યો હતો ત્યારે અનેક લોકોએ તેને કહ્યું હતું કે આટલી ટિકિટ ખરીદ્યા પછી પણ જો તેને કોઈ ઇનામ નહીં લાગે તો તે રોડ પર આવી જશે અને બીજા દિવસે ખાવાના પૈસા પણ નહીં બચે. ટિકિટ ખરીદી લીધા પછી થોડીક વાર માટે તો લૉટરી ખરીદનાર વ્યક્તિને પણ એવું લાગ્યું કે જો ઇનામ ન લાગ્યું તો? જોકે જે દિવસ રિઝલ્ટ આવ્યું ત્યારે તેની કિસ્મતે સાથ આપ્યો અને તેને ૩ કરોડ રૂપિયાની લૉટરી લાગી હતી.

offbeat news thailand international news world news