કૉફિનમાં માતાને બદલે મળ્યું અજાણી મહિલાનું શબ

26 September, 2021 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્ને બહેનોએ તેમની માતાની અંતિમવિધિ વખતે કૉફિનમાં મમ્મીને બદલે અન્ય મહિલાનો મૃતદેહ જોયો. 

કૉફિનમાં માતાને બદલે મળ્યું અજાણી મહિલાનું શબ

નૉર્થ કૅરોલિનાની બે બહેનો જેનિફર ટેલર અને જેનેટા આર્ચરની માતા મૅરી ગયા મહિને મૃત્યુ પામી હતી. બન્ને બહેનોએ તેમની માતાની અંતિમવિધિ વખતે કૉફિનમાં મમ્મીને બદલે અન્ય મહિલાનો મૃતદેહ જોયો. 
બન્ને મૃતદેહોમાં સામ્ય બિલકુલ નહોતું, પણ બન્નેના કદમાં ઘણો ફરક હતો. કૉફિનમાંની મહિલા ઘણી પાતળી હતી, તે જેનિફરની માતાનાં કપડાંમાં જાણે તરી રહી હતી, જ્યારે તેની માતા શરીરે સારી હતી. બન્ને બહેનોએ તરત જ ફ્યુનરલ-હાઉસને જાણ કરી, મૅરીનો મૃતદેહ ન મળ્યો ત્યાં સુધી તો ફ્યુનરલ-હાઉસવાળાએ પોતાની ભૂલનો સ્વીકાર ન કર્યો, પરંતુ પછીથી બન્ને બહેનોને તેમની માતાનો મૃતદેહ મળતાં અંતિમવિધિ ફરી શરૂ કરી હતી. ફ્યુનરલ-હાઉસના અધિકારીઓએ કહ્યું કે છેલ્લાં ૪૦ વર્ષમાં આવી ભૂલ ક્યારેય નથી થઈ.

offbeat news