બિલાડી પણ ‘રમવા’ આવી ગઈ બેઝબૉલ

06 August, 2021 09:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિલાડીની દોડમદોડી જોઈને કૉમેન્ટેટરે પણક્રૂક્રુ મેમ્બર્સ પ્રત્યે નારાજગી દર્શાવી હતી.

બિલાડી પણ ‘રમવા’ આવી ગઈ બેઝબૉલ

ન્યુ યૉર્ક યાન્કીસ અને બાલ્ટિમોર ઓરિઓલ્સ વચ્ચે સોમવારે બેઝબૉલની મૅચ દરમ્યાન મેદાનમાં બિલાડી દોડી આવી હતી. આ બિલાડી થોડી વાર સુધી અેક જગ્યાઅે બેઠી-બેઠી ખેલાડીઓને રમતા જોઈ રહી હતી, પણ અચાનક જ એ ગ્રાઉન્ડ પરના સ્ટાફને મૂંઝવણમાં મૂકી મેદાનમાં પહોંચી જતાં ગ્રાઉન્ડ પર હલચલ મચી ગઈ હતી. બિલાડી જે રીતે ગ્રાઉન્ડ પરના ક્રૂ મેમ્બર્સને હંફાવી રહી હતી એ જોઈને સ્ટૅન્ડમાં બેઠેલા પ્રેક્ષકો મન મૂકીને હસ્યા હતા.
મેદાનની બહાર નીકળવા બિલાડી ફેન્સ પર પણ ચડી હતી પરંતુ ગ્રાઉન્ડ ક્રૂએ એને પકડવાની કોશિશ કરતાં તેમનાથી છટકીને ફરી પાછી મેદાનમાં પહોંચી ગઈ હતી. બિલાડીની દોડમદોડી જોઈને કૉમેન્ટેટરે પણક્રૂક્રુ મેમ્બર્સ પ્રત્યે નારાજગી દર્શાવી હતી.
ક્રિકેટના મેદાન પર કૂતરો દોડી આવવાનો બનાવ ઘણી વાર બનતો હોય છે, પણ બિલાડીઅે પણ આવું કરીને ખેલકૂદપ્રેમીઓને જાણે ઇશારો કરી દીધો કે ‘હમ ભી કુછ કમ નહીં.’

offbeat news