આ ભયાનક માછલી એનાં જડબાં ખોલે તો ચીઝબર્ગર જેવી લાગે છે

03 December, 2021 08:37 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

રશિયાના મુર્મન્સ્ક શહેરના ૩૯ વર્ષના રોમન ફેડોર્સ્ટોવ એક વેપારી ફિશિંગ બોટ સાથે કામ કરી રહ્યો હતો, જ્યારે તેણે આ સમુદ્રી જીવ શોધ્યો હતો

ભયાનક માછલી

એક માછીમારે વિચિત્ર સમુદ્રી જીવ શોધી કાઢ્યો છે. સોશ્યલ મીડિયા પર નેટિઝન્સે આ સમુદ્રી જીવને જડબાં ખુલ્લાં હોય તો ચીઝબર્ગર સાથે સરખાવ્યો છે.  
રશિયાના મુર્મન્સ્ક શહેરના ૩૯ વર્ષના રોમન ફેડોર્સ્ટોવ એક વેપારી ફિશિંગ બોટ સાથે કામ કરી રહ્યો હતો, જ્યારે તેણે આ સમુદ્રી જીવ શોધ્યો હતો. 
સામાન્યપણે માછીમારો નૉર્વેજિયન સમુદ્રમાંથી કોડ, હેડોક અને મેકરેલ પકડતા હોય છે, પરંતુ ઘણી વખત જાળમાં આવા અનિચ્છિત જીવો પણ પકડાઈ જાય છે. 
રોમન ફેડોર્સ્ટોવે સમુદ્રના તળિયેથી આ જીવ પકડ્યા બાદ એનો ફોટો સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો, જેની તુલના નેટટિઝન્સે ચીઝબર્ગર સાથે કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર મુકાયેલી આ પોસ્ટને અત્યાર સુધી ૧૧૦૦૦ લાઇક્સ મળી છે.

offbeat news international news russia