આ ભાઈએ પકડેલી માછલીના છે માણસ જેવા સફેદ દાંત

06 August, 2021 09:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શરીર પરના કાળા-સફેદ પટ્ટાને કારણે એ કૉન્વિક્ટ ફિશ તરીકે પણ ઓળખાય છે. ફોટોમાં શીપશેડ માછલીનાં જડબાં ખોલતાં એમાં રહેલા માનવી જેવા સફેદ દાંત જોઈ શકાય છે.

આ ભાઈએ પકડેલી માછલીના છે માણસ જેવા સફેદ દાંત

અમેરિકાના નૉર્થ કૅરોલિનામાં આઉટર બૅન્ક્સમાંથી એક માછીમારે માછલી પકડી હતી, જેના દાંત માણસ જેવા હતા. નૅથન માર્ટિન નામના આ માછીમારની શીપશેડ માછલી સાથેની પોસ્ટ જેનેટ્સ પિયરે તેના ફેસબુક-પેજ પર પોસ્ટ કરી છે.
આ પ્રજાતિની માછલીઓ મોટા ભાગે દરિયામાં ખડક, જેટ્ટી, રીફ કે બ્રિજ પાસે જોવા મળે છે. એના શરીર પરના કાળા-સફેદ પટ્ટાને કારણે એ કૉન્વિક્ટ ફિશ તરીકે પણ ઓળખાય છે. ફોટોમાં શીપશેડ માછલીનાં જડબાં ખોલતાં એમાં રહેલા માનવી જેવા સફેદ દાંત જોઈ શકાય છે.
સામાન્ય રીતે શીપશેડ માછલીનું વજન પાંચથી પંદર પાઉન્ડ જેટલું હોય છે. શીપશેડ માછલી એના આગળના દાંત વડે એનો શિકાર ચાવવા માટે કરે છે. ફોટોને અત્યાર સુધીમાં ૧૨૦૦ લાઇક્સ અને સેંકડો કમેન્ટ્સ મળી છે.

offbeat news