બર્ગરનો એટલો શોખ કે ઘરમાં એકઠી કરી છે ૩૭૮૨ બર્ગર શેપની આઇટમો, નામ પડી ગયું હૅમ્બર્ગર હૅરી

12 April, 2026 12:24 PM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

તેઓ ઘરમાં આવનારા બધાને દેખવા મળે એ રીતે તેમનું ક્લેક્શન પ્રદર્શિત કરે છે. હવે તો તેમનું નામ જ હૅમ્બર્ગર હૅરી પડી ગયું છે.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ફ્લૉરિડામાં રહેતા હૅરી સ્પર્લ નામના ભાઈનું બે માળનું ઘર ઉપરથી નીચે સુધી ચોતરફ બીફ, ચીઝ અને બનથી બનેલાં બર્ગરના શેપથી ભરેલું છે. ૩૦ વર્ષ પહેલાં ૧૯૫૦ના દાયકાની યાદગાર ચીજોનું વેચાણ થઈ રહ્યું હતું એ પ્રદર્શનમાં ગયા ત્યારે હૅરીભાઈને હૅમ્બર્ગરના શેપની ચીજો પસંદ આવી ગઈ. તેમણે એ વખતે બર્ગરના શેપની કેટલીક ચીજો ખરીદી. બસ, ત્યારથી તેમણે બર્ગર શેપની દરેક સાઇઝની જાતજાતની ચીજો ખરીદીને સંઘરવાનું ચાલુ કરી દીધું. તેમના ઘરમાં હવે ૩૭૨૪ ચીજો છે જેમાં ચીઝ બર્ગર વૉટર બેડ અને હૅપી મીલ ચીઝ બર્ગરનાં ટૉય્ઝ છે. આ કલેક્શન હૅરીભાઈને બહુ પ્યારું છું. તેઓ ઘરમાં આવનારા બધાને દેખવા મળે એ રીતે તેમનું ક્લેક્શન પ્રદર્શિત કરે છે. હવે તો તેમનું નામ જ હૅમ્બર્ગર હૅરી પડી ગયું છે.

offbeat news florida united states of america international news world news