૧૯૭૦ના દાયકામાં સજાવેલું ઘર ૧.૭૩ કરોડ રૂપિયામાં વેચવાનું છે

17 September, 2021 04:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘરની તમામ રૂમોની બધી ચીજો ૧૯૭૦ સુધીના દાયકાની છે. જોકે ઘરનું ઇન્ટીરિયર ૫૦ વર્ષ પહેલાંનું છે એટલે આ ખરીદનારને ઘરમાંનાં ફિટિંગ્સ બદલવાનું કહેવામાં આવશે.

૧૯૭૦ના દાયકામાં સજાવેલું ઘર ૧.૭૩ કરોડ રૂપિયામાં વેચવાનું છે

ફુલ્લી ફર્નિશ્ડ ઘર વેચવાની જાહેરખબર આપણે ઘણી વાર વાંચી હશે, પણ દાયકાઓ જૂના હર્યાભર્યા ઘરને વેચવા માટે કાઢવામાં આવ્યું હોય એવું કદી સાંભળ્યું છે?
ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમના ઍર્ડિંગ્ટનમાં ૧૯૭૦ના દાયકામાં એક ઘરને ફુલ્લી ફર્નિશ્ડ બનાવનાર એક માલિકે તેના એ ઘરને એ જ હાલતમાં વેચવા મૂક્યું છે. ૧૯૭૦ના દાયકા પછી ઘણા નવા ટ્રેન્ડ આવ્યા અને ફૅશન પણ ખૂબ બદલાઈ, પણ તેમણે ત્રણ બેડરૂમ, લાઉન્જ, ડિનરરૂમ, ગાર્ડનવાળા અને ‘ટાઇમ કૅપ્સ્યૂલ’ તરીકે ઓળખાતા આ ઘરમાં કંઈ પણ ફેરફાર કર્યા વગર એની એ જ સ્થિતિમાં રાખીને હવે વેચવા મૂક્યું છે, જેના તેમને ૧,૭૦,૦૦૦ પાઉન્ડ (૧.૭૩ કરોડ રૂપિયા) જોઈએ છે. આ ઘરની તમામ રૂમોની બધી ચીજો ૧૯૭૦ સુધીના દાયકાની છે. જોકે ઘરનું ઇન્ટીરિયર ૫૦ વર્ષ પહેલાંનું છે એટલે આ ખરીદનારને ઘરમાંનાં ફિટિંગ્સ બદલવાનું કહેવામાં આવશે.

offbeat news