હલ્કના કવરવાળા સ્માર્ટફોને ચોરનો જીવ બચાવ્યો

14 October, 2021 03:16 PM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

હાલ તો ભાઈને સામાન્ય સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા છે, પણ તેના ડૉક્ટરે જ્યારથી આ ભાઈનો જીવ બચાવનાર શહીદ સ્માર્ટફોનનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે ત્યારથી નેટિઝન્સ હિલોળે ચડ્યા છે.

હલ્કના કવરવાળા સ્માર્ટફોને ચોરનો જીવ બચાવ્યો

આપણામાંથી મોટા ભાગના લોકોએ જીવનમાં એકાદ વાર તો એવી સલાહ સાંભળી જ હશે કે આ કાળમુખા મોબાઇલ ફોનને થોડી વાર છેટો મૂકો હવે. પણ બ્રાઝિલમાં એક ભાઈનો જીવ શરીરસરસા ચાંપેલા મોબાઇલને લીધે બચી ગયો.
બન્યું એવું કે બ્રાઝિલના પેટ્રોલિનિયામાં હથિયાર લઈને લૂંટ કરવા નીકળેલા એક ભાઈ પર સામો ગોળીબાર થયો. ગોળી સીધી કમર પાસે વાગી પણ નસીબવંતા ભાઈને વધુ કંઈ થયું નહીં, કારણ કે ખિસ્સામાં રાખેલા પાંચ વર્ષ જૂના મોટોરોલા સ્માર્ટફોને ગોળીનો મોટા ભાગનો માર સહી-ગ્રહી લીધો અને ભાઈને તો જાણે ગોળી અડકીને પસાર થઈ ગઈ.આ વાર્તામાં પાછી વધુ એક રોચક બાબત એ છે કે ગોળી ઝીલનાર સ્માર્ટફોન ઉપર હલ્ક (અધધધ શક્તિ ધરાવતું વિશાળકાય માણસનું પાત્ર)ના ચિત્રવાળું કવર હતું. હાલ તો ભાઈને સામાન્ય સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા છે, પણ તેના ડૉક્ટરે જ્યારથી આ ભાઈનો જીવ બચાવનાર શહીદ સ્માર્ટફોનનો ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે ત્યારથી નેટિઝન્સ હિલોળે ચડ્યા છે.

offbeat news brazil international news world news