એલિયન્સ મળ્યા એમાં નોકરી-છોકરી બન્ને હાથમાંથી ગઈ

16 September, 2021 12:39 PM IST  |  Mumbai | Agency

એક લાંબા સાધનની મદદથી તેના શરીરમાં નૅનોચીપ બેસાડવામાં આવી હતી. 

એલિયન્સ મળ્યા એમાં નોકરી-છોકરી બન્ને હાથમાંથી ગઈ

અમેરિકાના રહેવાસી સ્ટીવ કોલબર્ને એવો દાવો કર્યો હતો કે એલિયન્સે તેનું અપહરણ કરીને તેના હાથમાં નૅનોચીપ બેસાડ્યા બાદ તેની પત્ની તેને છોડીને જતી રહી હતી તેમ જ તેની નોકરી પણ જતી રહી હતી. સ્ટીવ કોલબર્નના મતે એલિયન્સે તેનું હજાર વખત અપહરણ કર્યું હતું. સ્ટીવ કોલબર્નના મતે તેના અવાકાડો ઝાડ પર યુએફઓને ફરતું જોયા બાદ લીલા રંગની એક લાઇટ દ્વારા તેને યુએફઓમાં ખેંચી લેવાયો હતો, જેઓ તેને મેડિકલ સ્ટેશન પર લઈ ગયા હતા અને એક ટેબલ પર સૂઈ રહેવા કહ્યું હતું. પછી એક લાંબા સાધનની મદદથી તેના શરીરમાં નૅનોચીપ બેસાડવામાં આવી હતી. 
અપહરણ બાદ તેના જીવનમાં અનેક બદલાવ આવ્યા એમ જણાવતાં સ્ટીવ કોલબર્ને વધુમાં ઉમેર્યું હતું કે ‘આ ઘટના બાદ મારા જીવનમાં ઘણાં પરિવર્તન આવ્યાં હતાં. અમારું લગ્નજીવન એને કારણે ખરાબે ચડી ગયું હતું. મારા લગ્નજીવન સાથે જ મારી નોકરી પર પણ જોખમ આવ્યું હતું અને મારી નોકરી ચાલી ગઈ હતી.’ 

offbeat news