કાર્પેન્ટરની વર્કશૉપમાં સૌથી ખતરનાક પક્ષી આવી પહોંચ્યું

28 November, 2021 01:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટોનીએ કહ્યું હતું કે ‘લગભગ છેલ્લા એક વર્ષથી કૅસોવરી નામનું આ પક્ષી મારી પ્રૉપર્ટીની આસપાસ ફરતું હતું. જોકે એક દિવસ તે મારી વર્કશૉપમાં આવી ગયું હતું.’ 

કાર્પેન્ટરની વર્કશૉપમાં સૌથી ખતરનાક પક્ષી આવી પહોંચ્યું

બિન બુલાયે મહેમાનથી સ્વાભાવિક રીતે આપણે સરપ્રાઇઝ થઈએ અને ક્યારેક શૉક પણ લાગે. ઑસ્ટ્રેલિયાના નૉર્થ ક્વીન્સલૅન્ડમાં રહેતા ટોની ફ્લૅમિંગ નામના એક કાર્પેન્ટરને આવો જ શૉક લાગ્યો હતો, કેમ કે તેની વર્કશૉપમાં દુનિયાનું સૌથી ભયાનક પક્ષી આવી ગયું હતું. 
ટોનીએ કહ્યું હતું કે ‘લગભગ છેલ્લા એક વર્ષથી કૅસોવરી નામનું આ પક્ષી મારી પ્રૉપર્ટીની આસપાસ ફરતું હતું. જોકે એક દિવસ તે મારી વર્કશૉપમાં આવી ગયું હતું.’ 
ફ્લૅમિંગે જણાવ્યું હતું કે શરૂઆતમાં તો હું ડરી ગયો હતો, પરંતુ ઝડપથી મને ખ્યાલ આવ્યો કે આ પક્ષી મારી વર્કશૉપના ઇન્સ્પેક્શન માટે જ આવ્યું છે. ફ્લૅમિંગના ફ્રેન્ડ્સ પણ આવી ગયા હતા અને તેઓમાંથી એકે આ ફોટોગ્રાફ ક્લિક કર્યો હતો. કૅસોવરી ખૂબ શરમાળ સ્વભાવનું હોવા છતાં એ દુનિયાનું સૌથી ખતરનાક પક્ષી ગણાય છે. એના પગ પાવરફુલ કિક મારી શકે છે અને એના નહોર ૧૦ સેન્ટિમીટર સુધીના હોય છે.

offbeat news