દાવાનળ નજીક ફોટો પડાવવાનું પાકિસ્તાનની મૉડલને ભારે પડ્યું

19 May, 2022 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનની ટિકટૉક સેન્સેશન હુમારિયા અસગરે ટિકટૉક પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં જંગલના પર્વતીય વિસ્તારમાં આગ લાગી છે અને તે એની બાજુમાં સિલ્વર બૉલ ગાઉનમાં ચાલી રહી છે, જેનો વિડિયો ઉતારીને સોશ્યલ પ્લૅટફૉર્મ પર મૂકવામાં આવ્યો છે.

દાવાનળ નજીક ફોટો પડાવવાનું પાકિસ્તાનની મૉડલને ભારે પડ્યું

પાકિસ્તાનની ટિકટૉક સેન્સેશન હુમારિયા અસગરે ટિકટૉક પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં જંગલના પર્વતીય વિસ્તારમાં આગ લાગી છે અને તે એની બાજુમાં સિલ્વર બૉલ ગાઉનમાં ચાલી રહી છે, જેનો વિડિયો ઉતારીને સોશ્યલ પ્લૅટફૉર્મ પર મૂકવામાં આવ્યો છે. તેણે કૅપ્શનમાં લખ્યું છે, ‘હું જ્યાં હોઉં છું ત્યાં આગ ભડકી ઊઠે છે.’ 
આ વિડિયો વાઇરલ થયા બાદ હુમારિયા અસગરે એક સ્ટેટમેન્ટ જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી કે તેણે વિડિયો ઉતારવા માટે જંગલમાં આગ નહોતી લગાવી કે વિડિયો ઉતારવાની કોશિશમાં કોઈને હાનિ પહોંચાડવામાં નહોતી આવી. જોકે નેટિઝન્સનો રોષ ભભૂક્યા બાદ ટિકટૉક પરથી ક્લિપ ઉતારી લેવામાં આવી હતી. 
 ટિકટૉક પર ૧.૧ કરોડ ફૉલોઅર્સ ધરાવતી હુમારિયા અસગર હાલમાં લોકોની ટીકાનો સામનો કરી રહી છે. ટ‍્વિટર પર પાકિસ્તાન નેચર દ્વારા આ ક્લિપ પોસ્ટ કરીને પાકિસ્તાનની સરકારને આવા ટિકટૉકર્સ તેમ જ પર્યાવરણને થનારા નુકસાનની અવગણના કરીને સ્ટન્ટ કરનાર દોષી હુમારિયાને સજા કરવાની માગણી કરવામાં આવી છે. પાકિસ્તાનની ટિકટૉકરનો વિડિયો વાઇરલ થયો એના થોડા દિવસ પહેલાં જ એબટાબાદમાં વિડિયો માટે બૅકગ્રાઉન્ડ તરીકે ઉપયોગ કરવા જંગલમાં જાણીજોઈને આગ લગાવવા બદલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. 

offbeat news