22 February, 2025 10:03 AM IST | britain | Gujarati Mid-day Correspondent
આ છે એ ઘર
બ્રિટનના કૉર્નવેલમાં આવેલા એકમાત્ર ત્રણ ફુટ પહોળા ઘરની કિંમત ૨.૫૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ૩૩૯ સ્ક્વેરફુટના આ ઘરમાં કિચન, ડાઇનિંગ હૉલ, શાવરરૂમ, બેડરૂમ અને લિવિંગરૂમ છે. ઘર નાનું છે, પણ એના લોકેશન અને વ્યુને કારણે એની આટલી બધી કિંમત લગાવવામાં આવી છે અને લોકોએ ખરીદવા લાઇન લગાવી છે. ‘ડૉલ હાઉસ’ તરીકે ફેમસ આ નાનકડું હાઉસ સાંકડી ગલીમાં બે મોટા ઘરની વચ્ચે દરિયાકિનારા અને માર્કેટની નજીક છે અને સી-વ્યુ ધરાવે છે એટલે લોકો એને ખરીદવા આતુર છે. ઘરની અંદર બરાબર ચાલી શકવાની પણ જગ્યા નથી અને ચાર જણની નાની ફૅમિલી માટે પણ એમાં પૂરતી જગ્યા નથી. ૨૦૧૭માં આ ઘરની કિંમત ૨.૭૪ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી જે હવે થોડી ઘટાડવામાં આવી છે. આ અસામાન્ય ડિઝાઇન ધરાવતું નાનકડું ઘર ‘બૉક્સ ઍન્ડ હીટર’ના નામે પણ ફેમસ થયું છે.