ઇન્ગ્લેન્ડના બાગમાં એક રોપામાંથી ૮૩૯ ચેરી ટોમેટો ઉગાડવાનો વિક્રમ

19 September, 2021 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વર્ષ ૨૦૧૦માં ગ્રેહમ ટ્રન્ટરે એક રોપામાંથી ૪૪૮ ચેરી ટોમેટો મેળવ્યા હતા. ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલા એ વિક્રમથી ડગ્લાસનો આંકડો બમણો છે.

ઇન્ગ્લેન્ડના બાગમાં એક રોપામાંથી ૮૩૯ ચેરી ટોમેટો ઉગાડવાનો વિક્રમ

ઇન્ગ્લેન્ડમાં ફળો અને શાકભાજીના બગીચાના માલિક ૪૩ વર્ષના ડગ્લાસ સ્મિથે એક રોપા પર ૮૩૯ ચેરી ટોમેટો ઉગાડવાનો વિક્રમ નોંધાવ્યો છે. સ્ટેનસ્ટીડ અબોટ્સના રહેવાસી ડગ્લાસે ગયા માર્ચ મહિનામાં ચેરીના કદના ટામેટાં માટે બીજારોપણ કર્યા પછી તાજેતરમાં એ ટામેટાં મેળવ્યાં હતાં. વર્ષ ૨૦૧૦માં ગ્રેહમ ટ્રન્ટરે એક રોપામાંથી ૪૪૮ ચેરી ટોમેટો મેળવ્યા હતા. ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલા એ વિક્રમથી ડગ્લાસનો આંકડો બમણો છે. ડગ્લાસ સ્મિથે નવા વિક્રમના દાવાને ગિનેસ બુકના સમર્થન માટે દાવા સાથે પુરાવા મોકલ્યા છે.

offbeat news international news england world news