પોલૅન્ડની લાઇબ્રેરીની દીવાલો પર કોતરાયેલું છે ઉપનિષદ

06 August, 2021 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલૅન્ડની વૉર્સો યુનિવર્સિટીની લાઇબ્રેરીની દીવાલો પર ઉપનિષદોને બહુ સરસ રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે.

પોલૅન્ડની લાઇબ્રેરીની દીવાલો પર કોતરાયેલું છે ઉપનિષદ

હિન્દુ ધર્મનું તત્ત્વજ્ઞાન વ્યક્ત કરતી ઉપનિષદોની ઋચાઓ (રચનાઓ) યુરોપના કોઈ દેશની દીવાલો પર કોતરેલી હોય તો તમને નવાઈ જરૂર લાગે, ખરુંને? આ હકીકત છે. પોલૅન્ડની વૉર્સો યુનિવર્સિટીની લાઇબ્રેરીની દીવાલો પર ઉપનિષદોને બહુ સરસ રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે.
એ દીવાલોની તસવીરો પોલૅન્ડના ભારતના રાજદૂતાલયે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર શૅર કર્યા પછી એ વાઇરલ થઈ છે. ડચ દેશમાં સંસ્કૃત ભાષા અને હિન્દુ તત્ત્વજ્ઞાનના સન્માનથી ભારતવાસીઓમાં ખુશીનો માહોલ ફેલાયો છે. નેટિઝન્સની કમેન્ટ્સમાં ભાવવિભોર શબ્દો પણ વાંચવા મળે છે. પ્રકૃતિ અને અસ્તિત્વના મૂળ વિશે અધ્યાત્મિક દૃષ્ટિએ અંતર્મુખ જ્ઞાન આપતી કડીઓ કોઈ પણ ધાર્મિક કે સાંસ્કૃતિક વાતાવરણમાં ઉછેર પામેલી વ્યક્તિના મનમાં ઉત્કંઠા, આકર્ષણ અને માનની લાગણી જગાવવાને સક્ષમ છે એ એવી વાતો કમેન્ટ્સમાં નેટિઝન્સે લખી છે. ભારતીય સંસ્કૃતિની ઓળખ જોડે વેદ અને વેદાંત-ઉપનિષદ વણાઈ ગયા છે.

offbeat news