આ વિકરાળ મગરના વિડિયોને ૧૭ કલાકમાં મળ્યા ૧૮ લાખ વ્યુઝ

29 November, 2021 05:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયોની કૅપ્શનમાં લખ્યું છે, ‘ટ્રિપૉડ એ રાક્ષસી કદનો ખારા પાણીનો મગર છે.’ ૧૭ કલાક પહેલાં શૅર કરાયેલા આ વિડિયોને અત્યાર સુધી ૧૮ લાખ વ્યુઝ મળ્યા છે. 

આ વિકરાળ મગરના વિડિયોને ૧૭ કલાકમાં મળ્યા ૧૮ લાખ વ્યુઝ

જય બ્રુઅર ફાઉન્ટન વૅલીમાં પાલતુ પ્રાણીનો માલિક છે. તેની પાસે વિવિધ પ્રકારનાં પ્રાણીઓના ફોટો અને વિડિયો છે, જે તે પોતાના ઇન્સ્ટાગ્રામ-પેજ પર અપલોડ કરતો રહે છે. જય બ્રુઅરના ઇન્સ્ટાગ્રામ પર ૫૭ લાખ ફૉલોઅર્સ છે. 
તેના સૌથી છેલ્લા ઇન્સ્ટાગ્રામ રીલ્સ વિડિયોમાં તે નૅશનલ જ્યૉગ્રાફિક ચૅનલ પર પ્રસારિત થતા આઉટબૅક રૅન્ગલર શોના હોસ્ટ મૅટ રાઇટ સાથે જોવા મળે છે. આ જોડી સાથે કદમાં ખૂબ મોટો અને કાંઈક અંશે ડરામણો ખારા પાણીનો મગર પણ જોઈ શકાય છે. વિડિયોની કૅપ્શનમાં લખ્યું છે, ‘ટ્રિપૉડ એ રાક્ષસી કદનો ખારા પાણીનો મગર છે.’ ૧૭ કલાક પહેલાં શૅર કરાયેલા આ વિડિયોને અત્યાર સુધી ૧૮ લાખ વ્યુઝ મળ્યા છે. 

offbeat news