મૃત વ્યક્તિના દાંત સાચવવાના સાસરીના વિચિત્ર નિયમને પાળવાનો પત્નીએ કર્યો ઇનકાર

19 September, 2021 11:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરિવારજનો આ દાંત આજીવન એક કપડાની થેલીમાં સાચવી રાખે છે. આમાં મરનારના દાંત કોને આપવા એનો નિર્ણય મરનાર વ્યક્તિનાં તેનાં સગાંસંબંધીઓ સાથેની નિકટતાના આધારે નક્કી થાય છે.

મૃત વ્યક્તિના દાંત સાચવવાના પતિના પરિવારના વિચિત્ર નિયમને પાળવાનો પત્નીએ કર્યો ઇનકાર

સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક મહિલાએ તેના પતિના પરિવારની પરાપૂર્વથી ચાલી આવતી વિચિત્ર રીતનો વિરોધ કરતાં હવે તેનો પતિ તેનાથી છૂટાછેડા લેવાનું વિચારી રહ્યો છે.
મહિલાએ જણાવ્યું કે મારા પતિનો પરિવાર વેલ્સનો છે. તેના પરિવારમાં મરનારના દાંત તોડીને પરિવારના સભ્યોમાં વહેંચવામાં આવે છે. પરિવારજનો આ દાંત આજીવન એક કપડાની થેલીમાં સાચવી રાખે છે. આમાં મરનારના દાંત કોને આપવા એનો નિર્ણય મરનાર વ્યક્તિનાં તેનાં સગાંસંબંધીઓ સાથેની નિકટતાના આધારે નક્કી થાય છે. આ પરંપરા પ્રમાણે મરનાર વ્યક્તિના દાંત તેના મૃત્યુ વખતે તેની છાતી પાસે રાખવામાં આવે છે.
મહિલાને તેના પતિની સાસુની અંતિમક્રિયા વખતે આ વિશે જાણ થઈ હતી. મહિલાની સાસુએ તેને દાદીમાના દાંત મૂકેલું પાઉચ આપ્યું, જેને રાખવાની મહિલાએ ના પાડી હતી. પરિવારનો આ રિવાજ પાળવાનો અર્થ છે કે જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે મારા દાંત પણ તોડીને પરિવારના લોકોને વહેંચવામાં આવશે.
જોકે પરિવારની પરંપરા ન પાળવાની પત્નીની વાતથી નારાજ પતિ પોતાના પિતરાઈઓથી વિખૂટો પડી જશે એવી ગણતરી કરી મહિલાને  છૂટાછેડા આપવાનું વિચારી રહ્યો છે.

offbeat news