મહિલાએ ચાવીની ઝંઝટથી બચવા હાથમાં ચિપ નખાવી

13 October, 2021 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માત્ર હાથ ફેરવીને તાળાં ખોલતી આ મહિલાના વિડિયોને એક કરોડ વ્યુઝ મળી ચૂક્યા છે.

મહિલાએ ચાવીની ઝંઝટથી બચવા હાથમાં ચિપ નખાવી

ઘરના અને વૉર્ડરોબ-તિજોરી વગેરેના દરવાજાની ચાવી સાચવવાની ઝંઝટથી બચવા એક મહિલાએ તકનિકી તુક્કો અજમાવ્યો છે. માત્ર હાથ ફેરવીને તાળાં ખોલતી આ મહિલાના વિડિયોને એક કરોડ વ્યુઝ મળી ચૂક્યા છે.
ટિકટૉકમાં વાઇરલ થયેલા એક વિડિયોમાં મહિલા પોતાના હાથમાં આરએફઆઇડી ચિપ ઇમ્પ્લાન્ટ કરાવીને લૉક કરેલા દરવાજાઓને અનલૉક કરતી દેખાય છે. આ ટેક્નૉલૉજીથી તે ઘરના અને કબાટના ઇલેક્ટ્રિક દરવાજાને ચાવી વગર માત્ર હાથ સ્કૅન કરાવીને ખોલી શકે છે. સેન્સરની સામે ચિપવાળો હાથ હલાવતાં જ દરવાજો ખૂલી જાય છે. ટિકટૉકમાં આ મહિલા અત્યારે ચિપગર્લ તરીકે ઓળખાઈ રહી છે. પતિના આગ્રહને કારણે ગયા વર્ષે તેણે આ ચિપ ઇમ્પ્લાન્ટ કરાવી હતી. આ વિડિયો આવતાં લોકોના સવાલનો ઢગલો થતાં મહિલાએ બીજા એક વિડિયોમાં આ ટેક્નૉલૉજી વિશે લોકોના સવાલનો જવાબ આપ્યા છે, જેમાં તેણે એવી માહિતી આપી છે કે મારા હાથમાં ચોખાના દાણા જેટલી નાની ચિપ ગોઠવવામાં આવી છે, જે ચાવીનું કામ કરે છે.

offbeat news