મહિલાની નોકરીની અરજી ૮ વરસે નકારાઈ

20 October, 2021 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ નોકરી માટે રસ તો હવે જૉને પણ નથી રહ્યો, છતાં તેણે આ તકને ઝડપીને સારી એવી ચર્ચા જન્માવીને મોજ માણી છે અને લોકોને પણ મનોરંજન પૂરું પાડ્યું છે. 

મહિલાની નોકરીની અરજી ૮ વરસે નકારાઈ

ઇંગ્લૅન્ડની એક મહિલાના લિન્ક્ડઇનના ઇનબૉક્સમાં આવેલા મેસેજથી તે આશ્ચર્યમાં મુકાઈ ગયાં. ૨૦૧૩માં તેમણે કરેલી નોકરીની અરજીનો જવાબ મોડે-મોડે છેક ૮ વર્ષે આવ્યો હતો.
૩૯ વર્ષનાં જૉ જૉન્સને ૨૦૧૩માં કૅન્ટબરીમાં મદદનીશ શિક્ષકની નોકરી માટે પૂછપરછ કરી હતી. લાંબો સમય કોઈ જવાબ આવ્યો નહોતો અને એ પછી તો જૉ જૉન્સનો સ્કિનકૅરનો વ્યવસાય ખૂબ ઊપડ્યો અને ફૂલ્યોફાલ્યો. ૮ વર્ષે આવેલા મેસેજને જોઈને જૉને ઘડીક એવું પણ થઈ આવ્યું કે જાણ કરવા બદલ આભાર. હું તો જાણે તમારા જવાબની જ રાહ જોઈને બેઠી હતી, પણ તેમણે એવો જવાબ આપ્યો નહીં. 
ઇન્સ્ટાગ્રામ પર જૉએ આ સંદર્ભની પોસ્ટ શૅર કરતાં નેટિઝન્સ અને ન્યુઝ મીડિયાને આ સમાચારથી મજા પડી ગઈ હતી. લિન્ક્ડઇનમાં ૮ વર્ષ પછી આપેલા જવાબમાં પણ સામેવાળા પક્ષે એવું જ લખેલું હતું કે ‘અમારો સંપર્ક કરવા બદલ આભાર, પણ અમને રસ નથી.’
અલબત્ત, આ નોકરી માટે રસ તો હવે જૉને પણ નથી રહ્યો, છતાં તેણે આ તકને ઝડપીને સારી એવી ચર્ચા જન્માવીને મોજ માણી છે અને લોકોને પણ મનોરંજન પૂરું પાડ્યું છે. 

offbeat news