લો બોલો, આખા સ્વિટ્ઝરલૅન્ડમાં એક પણ ભિખારી નથી

24 October, 2025 01:49 PM IST  |  switzerland | Gujarati Mid-day Correspondent

બીજી તરફ સ્વચ્છતા જાળવવા માટે પણ સ્વિટ્ઝરલૅન્ડમાં ભારે સખતાઈ છે.

પ્રતીકાત્મક તસવીર

સ્વિટ્ઝરલૅન્ડ એક એવો દેશે છે જેને ઘણા લોકો એક-બે નહીં પણ ઢગલાબંધ કારણોને લીધે સ્વર્ગ ગણાવતા હોય છે. એનું સૌથી મોટું કારણ છે સ્વિટ્ઝરલૅન્ડની સોશ્યલ સિક્યૉરિટી માટેની વ્યવસ્થા. એક અહેવાલમાં આપવામાં આવેલી વિગતો પ્રમાણે માત્ર ૯૧ લાખ જેટલી વસ્તી ધરાવતા આ દેશમાં લોકોને ઓછામાં ઓછું ૪૦૦૦ યુરો (એટલે કે આશરે ૪ લાખ રૂપિયા) જેટલું વેતન મળે છે. એમાં પણ જો નોકરી ગઈ હોય તો તમારી છેલ્લી સૅલેરી હોય એના ૮૦ ટકા જેટલો હિસ્સો બેરોજગારી ભથ્થા તરીકે સરકાર આપે છે અને મફતમાં કરીઅર રીટ્રેઇનિંગ પ્રોગ્રામ પણ ઉપલબ્ધ કરાવી આપે છે. ઘર ન હોય એ લોકોને સરકાર સબ્સિડાઇઝ્ડ અપાર્ટમેન્ટ આપે છે. આવાં અનેક પગલાંઓને લીધે સ્વિટ્ઝરલૅન્ડમાં કોઈ વ્યક્તિ ભૂખી નથી સૂતી કે ભીખ નથી માગતી. મોટા ભાગની તમામ સ્વાસ્થ્ય-સેવાઓ નાગરિકોને મફતમાં મળી રહે છે.

બીજી તરફ સ્વચ્છતા જાળવવા માટે પણ સ્વિટ્ઝરલૅન્ડમાં ભારે સખતાઈ છે. કચરો નાખતાં પકડાયા તો ૧૦,૫૦૦ યુરો અને સિગારેટનું ઠૂંઠું નાખતાં પકડાયા તો ૩૦૦ યુરો જેટલો દંડ ભરવો પડે છે. લોકો ખૂબ ઓછો કચરો કરે છે અને આશરે ૫૦ ટકા જેટલા કચરાને સ્વિટ્ઝરલૅન્ડ રીસાઇકલ પણ કરી દે છે. દેશમાં અપરાધ પણ એટલા ઓછા થાય છે કે માત્ર ૧૦ ટકા પોલીસ પાસે હથિયાર છે. યુનાઇટેડ નેશન્સના ક્રાઇમ ઇન્ડેક્સમાં સ્વિટ્ઝરલૅન્ડ ટોચના ૧૦ સૌથી સુરક્ષિત દેશોમાંથી એક છે.

offbeat news international news world news switzerland