જુવાન રહેવા માટે કરોડો રૂપિયા ખર્ચતા અમેરિકાના આ કરોડપતિએ હવે ગર્લફ્રેન્ડના પિરિયડનું બ્લડ ફ્રીઝ કરાવ્યું છે

09 August, 2026 02:20 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અમેરિકન બાયોહૅકર બ્રાયન જૉન્સને પોતાની ગર્લફ્રેન્ડના પિરિયડ બ્લડનું સૅમ્પલ માઇનસ ૮૦ ડિગ્રી તાપમાને ફ્રીઝ કરાવ્યું છે. તેનો દાવો છે કે આવા સૅમ્પલથી મહિલાઓના સ્વાસ્થ્ય વિશે મહત્વની માહિતી મળી શકે છે.

જુવાન રહેવા માટે કરોડો રૂપિયા ખર્ચતા અમેરિકાના આ કરોડપતિએ હવે ગર્લફ્રેન્ડના પિરિયડનું બ્લડ ફ્રીઝ કરાવ્યું છે

અમેરિકાના કરોડપતિ બાયોહૅકર બ્રાયન જૉન્સન માપીને ખાય છે, માપીને પાણી પીએ છે, રોજ બ્લડ-ટેસ્ટ કરે છે અને એ મુજબ જરૂરી સપ્લિમેન્ટ્સ લે છે. તેનો દાવો છે કે એમ કરીને તે પોતાની એજ ઘટાડી રહ્યો છે. જોકે તાજેતરમાં તેણે બીજી પણ એક ચોંકાવનારી વાત કરી છે. તેણે પોતાની ગર્લફ્રેન્ડના પિરિયડનું બ્લડ માઇનસ ૮૦ ડિગ્રી તાપમાને ફ્રીઝ કરાવ્યું છે. તેનું કહેવું છે કે ‘આ માત્ર બ્લડ-સૅમ્પલ નથી, પરંતુ મહિલાઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલાં અનેક રહસ્યો ખોલી શકે છે. દરેક વખતે પિરિયડ-બ્લડની માત્રા તપાસવાની સાથે-સાથે એનું પરીક્ષણ કરાવવાથી ગર્ભાશયમાં થનારા બદલાવોની આગોતરી જાણ થઈ જાય છે. એમાં કોઈ માઇક્રોપ્લાસ્ટિક કે અન્ય હાનિકારક કેમિકલ્સ છે કે કેમ એની તપાસ કરી શકાય છે.’બ્રાયનનો દાવો છે કે દર મહિને આવું સૅમ્પલ લઈને પરીક્ષણ કરવાથી આવનારી બીમારીનું આગોતરું નિદાન થઈ શકે છે. 

united states of america washington world news international news offbeat news hatke news