18 March, 2026 02:33 PM IST | America | Gujarati Mid-day Correspondent
કૅમેલિયા પૉલ
અમેરિકાના આયોવા રાજ્યના ડેવનપોર્ટ શહેરમાં કૅમેલિયા પૉલ નામનાં બહેન પાસે ચમચીઓનું જબરું મોટું કલેક્શન છે. તેમણે આ કલેક્શન જોવા માટે એક ખાસ આર્ટ ગૅલરી ખોલી છે. મિસિસિપી સ્પૂન ગૅલરીમાં કૅમેલિયાએ કલેક્ટ કરેલી ઍન્ટિક અને એક-એકથી ચડિયાતી, જાતજાતની સાઇઝ, જાતજાતની ધાતુઓની અને યુનિક ડિઝાઇન ધરાવતી ચમચીઓ જોવા મળે છે. આ બહેને સ્પૂનમાંથી બનેલું એક ઝુમ્મર પણ તૈયાર કર્યું છે. આ ઝુમ્મર તેમણે લગભગ અનેક દેશોમાં એક્ઝિબિશન માટે મોકલ્યું છે. ચમચીઓ માટેનું અનોખું ખેંચાણ કૅમેલિયાને તેની પરદાદી પાસેથી મળ્યું છે. પરદાદીના સ્પૂનના કલેક્શનને તેમણે મોટા થયા પછી વિસ્તાર્યું છે અને દુનિયાભરની યુનિક ચમચીઓ એકઠી કરી છે. ૩૮,૧૬૨ ચમચીઓના કલેક્શનનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તેમણે પોતાના નામે કર્યો છે.