આ ભાઈ એકબેઠકે ૯૬૦૦ કૅલરીવાળું ક્રિસમસ મેનુ ઝાપટી ગયા

01 December, 2021 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ક્રિસમસ મેનુમાં ત્રણ ફેસ્ટિવ ક્રિસ્પી ચિકન સ્ટેક બર્ગર્સ, ત્રણ ફેસ્ટિવ સ્ટેક્સ (બીફ), બે ચીઝ શેરબૉક્સિસ, આઠ ફેસ્ટિવ પાઇ તેમ જ બે ​સેલિબ્રેશન્સ મેક ફ્લરીઝ સામેલ હતાં. 

આ ભાઈ એકબેઠકે ૯૬૦૦ કૅલરીવાળું ક્રિસમસ મેનુ ઝાપટી ગયા

તમે એકસામટું કેટલું જમી શકો છો? જો તમે માનતા હો તો તમારામાં એક જ બેઠકે લાર્જ ક્વૉન્ટિટીમાં ફૂડ ખાવાની ક્ષમતા છે તો આ ભાઈની સાથે સરખામણી કરી જોજો. અમે વાત કરી રહ્યા છીએ કાઇલ ગિબ્સનની. તે પ્રોફેશનલ કૉમ્પિટિટિવ ઇટર છે. તે હવે અડધા કલાકથી ઓછા સમયમાં આખું ક્રિસમસ મેનુ ઝાપટી ગયો હતો. બ્રિટનના આ નિવાસીએ ભૂતકાળમાં પણ આવી ફૂડ-ચૅલેન્જ સ્વીકારી છે. તેની લેટેસ્ટ ચૅલેન્જની વાત કરીએ તો તે લગભગ ૨૪ મિનિટમાં ક્રિસમસ મેનુ ઝાપટી ગયો હતો, જેમાં ૯૬૦૦ કૅલરી હતી. 
આ ક્રિસમસ મેનુમાં ત્રણ ફેસ્ટિવ ક્રિસ્પી ચિકન સ્ટેક બર્ગર્સ, ત્રણ ફેસ્ટિવ સ્ટેક્સ (બીફ), બે ચીઝ શેરબૉક્સિસ, આઠ ફેસ્ટિવ પાઇ તેમ જ બે ​સેલિબ્રેશન્સ મેક ફ્લરીઝ સામેલ હતાં. 
કાઇલ વર્ષોથી ટફ ઇટિંગ કૉન્ટેસ્ટમાં ભાગ લેતો રહ્યો છે. એના વિશે તે તેના ફેસબુક-પેજ અને યુટ્યુબ ચૅનલ પર તેના ફૉલોઅર્સને અપડેટ આપતો રહે છે. તેની લેટેસ્ટ ચૅલેન્જ વિશે તેણે કહ્યું હતું કે ‘મેં આ ક્રિસમસ મેનુ જમતાં પહેલાં વર્કઆઉટ કર્યું હતું અને હું ખૂબ ભૂખ્યો હતો. હું ખૂબ સરળતાથી એ બધું ફિનિશ કરી શક્યો હતો.’

offbeat news