✕

૪ વર્ષની ઉંમરે ૩૦૦૦ પુસ્તકો વાંચી ચૂક્યો છે આ બાળક, તેનો IQ છે ૧૪૧

25 October, 2026 12:03 PM IST  |  Canada | Gujarati Mid-day Correspondent

અર્જુન પ્રજાપતિનો પરિવાર મૂળ વડોદરાનો છે. તેના પેરન્ટ્સ કૅનેડામાં રહે છે. પિતા ડૉ. વિશાલ પ્રજાપતિ ક્લિનિકલ રિસર્ચર છે અને મમ્મી મહિતા વકીલ છે. ભણેલાગણેલા પેરન્ટ્સે દીકરામાં ખૂબ નાની ઉંમરથી વાંચન પ્રત્યેનો પ્રેમ રોપ્યો હતો.

આ ૪ વર્ષના બાળકનો IQ ૧૪૧ છે

જે ઉંમરે બાળકો હાથમાં પાટી-પેન પકડીને વાંચવા-લખવાનું શરૂ કરે એ ઉંમરે કૅનેડામાં રહેતા ભારતીય મૂળના અર્જુન પ્રજાપતિ નામના ૪ વર્ષના છોકરાએ સેંકડો પુસ્તકો વાંચી નાખ્યા છે. તે જ્યારે માત્ર ૧૮ મહિનાનો હતો ત્યારથી વાંચતો થઈ ગયો હતો. એ માટે તેની ઊંચી બૌદ્ધિક ક્ષમતા કારણભૂત છે. થોડા સમય પહેલાં તેનો ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ (IQ) ટેસ્ટ કરવામાં આવ્યો તો એ સ્કોર ૧૪૧ આવ્યો હતો. આ આંકડાને કારણે તેણે વિશ્વની બે સૌથી ઊંચો IQ ધરાવતી સંસ્થાઓ મેન્સા અને ઇન્ટરટેલના સભ્ય બનવા માટેની યોગ્તા પ્રાપ્ત કરી હતી. 

અર્જુન પ્રજાપતિનો પરિવાર મૂળ વડોદરાનો છે. તેના પેરન્ટ્સ કૅનેડામાં રહે છે. પિતા ડૉ. વિશાલ પ્રજાપતિ ક્લિનિકલ રિસર્ચર છે અને મમ્મી મહિતા વકીલ છે. ભણેલાગણેલા પેરન્ટ્સે દીકરામાં ખૂબ નાની ઉંમરથી વાંચન પ્રત્યેનો પ્રેમ રોપ્યો હતો. તે આ ઉંમરે કૉમિક્સ કે વાર્તા વાંચે છે એવું નથી. તેને ગણિત, ખગોળવિજ્ઞાન, ઇતિહાસ, બાયોલૉજી અને ઉત્ક્રાંતિની પ્રક્રિયા જેવા વિષયોમાં ખૂબ રસ પડે છે. તેમના ઘરમાં તો અલાયદી લાઇબ્રેરી જેવું છે જ, પણ ડૉ. વિશાલ તેમની કારમાં પણ હંમેશાં આઠથી ૧૦ પુસ્તકો રાખે છે. ટ્રાવેલ કરતી વખતે અર્જુન કદી બોર થતો નથી. તેની પાસે વાંચવા માટેના અઢળક ઑપ્શન્સ હોય છે. ડૉ. વિશાલ કહે છે, ‘પહેલાં અમે તેને તસવીરો સાથે વૈજ્ઞાનિક વાતો સમજાવી હોય એવાં અંગ્રેજી પુસ્તકો વાંચવા આપતા હતા. એ પછી તેની મમ્મીએ તેને રીડિંગ કરતાં શીખવ્યું. હવે તેને પોતાને રીડિંગનો એટલો શોખ છે કે તે જાતે જ કઈ બુક વાંચવી એ સિલેક્ટ કરે છે.’

canada international news history social media offbeat news