વિશ્વની સૌથી મોંઘી ૪૦ કરોડ રૂપિયાની ગાયનાં મૂળિયાં ભારત સાથે જોડાયેલાં છે

28 March, 2024 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિએટિનાની ઊંચી કિંમત એની ગુણવત્તા અને ખાસ જિનેટિક મટીરિયલને આભારી છે જે ગ્લોબલ કેટલ માર્કેટમાં ઊંચાં સ્ટાન્ડર્ડ ધરાવે છે.

વિશ્વની સૌથી મોંઘી ગાય

વિશ્વની સૌથી મોંઘી ગાયની કિંમત વધુમાં વધુ કેટલી હોઈ શકે? બ્રાઝિલમાં એક હરાજીમાં નેલોર ગાય વિશ્વની સૌથી મોંઘી ગાય બની હતી જેની બોલી લાખોમાં નહીં, પણ કરોડોમાં લાગી હતી. વિએટિના નામની નેલોર બ્રીડની ગાય હરાજીમાં ૪૦ કરોડ રૂપિયામાં વેચાઈ હતી. વિએટિનાની ઊંચી કિંમત એની ગુણવત્તા અને ખાસ જિનેટિક મટીરિયલને આભારી છે જે ગ્લોબલ કેટલ માર્કેટમાં ઊંચાં સ્ટાન્ડર્ડ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે નેલોર જાતિ મૂળ ભારતની છે અને એનું નામ આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લા પરથી પડ્યું છે. એ હવે બ્રાઝિલની સૌથી મહત્ત્વની બ્રીડ બની ગઈ છે. એનું વૈજ્ઞાનિક નામ બૉસ ઇન્ડિક્સ છે જે ગરમ આબોહવામાં પણ અનુકૂલનક્ષમતા, રોગપ્રતિકાર શક્તિ અને માંસની ગુણવત્તા જેવી ક્વૉલિટી ધરાવે છે. આ ગાયની મજબૂતી જોતાં એ ઉષ્ણકટિબંધીય વિસ્તારો માટે મૂલ્યવાન સાબિત થાય છે. 

offbeat videos offbeat news social media brazil