આ સ્નૅક નહીં, કેક છે

20 October, 2021 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યાં સુધી કોઈ એ કેકમાંથી કટકો કાપીને જુદો કરે નહીં ત્યાં સુધી તે કેક હોવાની કલ્પના પણ ન આવે. આ વિડિયો જોઈ નેટિઝન્સ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે અને બેકરની કારીગરીનાં ભરપૂર વખાણ કરી રહ્યા છે. 

આ સ્નૅક નહીં, કેક છે

સોશ્યલ મીડિયામાં હાલમાં એક એવો વિડિયો વાઇરલ થયો છે, જે જોયા પછી નેટિઝન્સ કુતૂહલભરી મૂંઝવણમાં મુકાઈ જાય અને તેમણે શું જોયું એની ખાતરી કરવા માટે વારંવાર એ વિડિયો જુએ છે. ઇન્સ્ટાગ્રામ પર સાઇડસર્ફ નામની બેકરીના હૅન્ડલ પરથી આ વિડિયો પોસ્ટ થયો છે, જેના પર નાનકડી કૅપ્શનમાં એવું પણ લખ્યું છે કે ‘અમારા મિત્રો માટે વાસ્તવિક સર્પ-કેક.’
આ વિડિયોમાં એક એવી કેક બતાવવામાં આવી છે જેને જોતાં એ જીવતો સાચકલો સાપ હોય એવું જ લાગે. જ્યાં સુધી કોઈ એ કેકમાંથી કટકો કાપીને જુદો કરે નહીં ત્યાં સુધી તે કેક હોવાની કલ્પના પણ ન આવે. આ વિડિયો જોઈ નેટિઝન્સ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે અને બેકરની કારીગરીનાં ભરપૂર વખાણ કરી રહ્યા છે. 

offbeat news