15 January, 2026 09:04 AM IST | England | Gujarati Mid-day Correspondent
જુઓ આ ભાઈના ચહેરાને
ઇંગ્લૅન્ડના બર્મિંગહૅમમાં રહેતા અમિત ઘોષ નામના ભાઈનો જન્મ થયો ત્યારે જ તેમનો ચહેરો અજીબ હતો. એ અજીબ દેખાવને સુધારવા માટે તેમણે પ્લાસ્ટિક સર્જરીનો સહારો લીધો. એક પછી એક અંગ સુધારવા માટે તેમણે પ્લાસ્ટિક સર્જરીઓ કરાવી, પરંતુ કંઈ ફરક ન પડ્યો. ૧૧ વર્ષની ઉંમરે તો તેમનો ચહેરો એટલો વિકૃત થઈ ગયો હતો કે એક આંખ કઢાવી નાખવી પડી. એ આંખના સ્થાને હવે તેમણે કૃત્રિમ આંખ લગાવી છે. જોકે હવે તેમને જોઈને લોકો પૂછે છે કે તમે મુખવટો પહેર્યો છે કે શું? ભલે ચહેરો વિચિત્ર હોય, અમિત ઘોષનું લગ્નજીવન ખૂબ સુખરૂપ ચાલી રહ્યું છે, કેમ કે તેમની પત્ની પિયાલી પતિની બીમારીને સમજે છે. અમિતને ન્યુરોફાઇબ્રોમૅટોસિસ ટાઇપ વન નામની બીમારી છે જેને કારણે તેમના ચહેરાના ટિશ્યુઓમાં ગાંઠો થવા લાગે છે. આ ગાંઠો દૂર કરવા માટે તેમણે કુલ ૨૬ સર્જરી કરાવી છે અને હવે તેમનો ચહેરો હંમેશાં એવા ભાવમાં જ રહે છે જાણે કોઈ અચંબિત થઈ ગયું હોય.