આ ભાઈને ‘મગજ’ સાથે મૅરથૉનમાં દોડવું છે

17 September, 2021 03:17 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બ્રાયસ આલ્ફર્ડ ત્રીજી ઑક્ટોબરે યોજાનારી લંડન મૅરથૉનમાં બ્રેઇનના કૉસ્ચ્યુમમાં દોડીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવવાનો પ્રયાસ કરશે.

આ ભાઈને ‘મગજ’ સાથે મૅરથૉનમાં દોડવું છે

એક બ્રિટિશ દોડવીરે ખરું મગજ ચલાવ્યું. તે લંડન મૅરથૉનમાં માનવીના મગજના આકારના બનાવેલા કૉસ્ચ્યુમાં દોડીને વર્લ્ડ રેકૉર્ડ બનાવવા માગે છે. 
બ્રેઇન ઇન્જરી ચૅરિટી હેડવેના ફન્ડ મૅનેજર બ્રાયસ આલ્ફર્ડ ઇંગ્લૅન્ડની શેરીઓમાં ૭ કિલો વજનના ફુલ બૉડી બ્રેઇન કૉસ્ચ્યુમમાં ફરતો જોવા મળ્યો હતો. બ્રેઇન કૉસ્ચ્યુમમાં તેણે પોલીસ અધિકારીઓ અને અન્યો સાથે ફોટો પડાવ્યા હતા અને બ્રેઇન કૉસ્ચ્યુમ પહેરીને દોડવાની પ્રૅક્ટિસ પણ કરી હતી. બ્રાયસ આલ્ફર્ડ ત્રીજી ઑક્ટોબરે યોજાનારી લંડન મૅરથૉનમાં બ્રેઇનના કૉસ્ચ્યુમમાં દોડીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડમાં નામ નોંધાવવાનો પ્રયાસ કરશે.
આ અગાઉ બ્રાયસ આલ્ફર્ડે ૨૦૦૩માં ટ્રેડમીલ પર સૌથી વધુ ઝડપે ૧૦૦૦ કિલોમીટર દોડીને રેકાર્ડ કર્યો હતો.  છેલ્લાં ૨૦ વર્ષમા બ્રાયસ આલ્ફર્ડે ૧.૫૦ લાખ ડૉલર જેટલી રકમ ચૅરિટીમાં એકઠી કરાવી છે. 

offbeat news