૧૮૯ વર્ષ પછી અરુણાચલ પ્રદેશમાં મળ્યું આ દુર્લભ ફૂલ

18 March, 2026 02:28 PM IST  |  Arunachal Pradesh | Gujarati Mid-day Correspondent

વૈજ્ઞાનિકોએ અરુણાચલ પ્રદેશમાં જોવા મળતી એક દુર્લભ વનસ્પતિની પ્રજાતિને લગભગ ૧૮૯ વર્ષ પછી ફરીથી શોધી કાઢી છે

ફૂલ

વૈજ્ઞાનિકોએ અરુણાચલ પ્રદેશમાં જોવા મળતી એક દુર્લભ વનસ્પતિની પ્રજાતિને લગભગ ૧૮૯ વર્ષ પછી ફરીથી શોધી કાઢી છે. ભારતના બૉટનિકલ સર્વે ઑફ ઇન્ડિયા (BSI)ના વૈજ્ઞાનિકોએ અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લામાં ફીલ્ડ સર્વે દરમ્યાન આ શોધ કરી હતી. આ વનસ્પતિનું નામ છે હેન્કેલિયા મોનોફિલા. એ ફૂલ છેલ્લે ૧૯મી સદીની શરૂઆતમાં જોવા મળ્યું હતું. આ વનસ્પતિ એક બહુવર્ષીય જડીબુટ્ટી છે જે સામાન્ય રીતે ભીનાં અને ઘેરાં જંગલોમાં જોવા મળે છે. આ વનસ્પતિમાં એક અથવા અનેક ફૂલોના ગુચ્છા ઊગે છે. ફૂલો મોટા ભાગે નળી જેવાં લાંબાં હોય છે. એના પર હલકા અને સુંદર રંગોની ઝાંય હોય છે. વનસ્પતિ વિશેષજ્ઞોનું કહેવું છે કે અરુણાચલ પ્રદેશ જેવા ક્ષેત્રમાં હજી પણ વધુ દુર્લભ જૈવ વૈવિધ્ય ધરાવતી પ્રજાતિઓ ધરબાયેલી હોઈ શકે છે. 

offbeat news arunachal pradesh india environment