16 October, 2025 11:10 AM IST | Russia | Gujarati Mid-day Correspondent
ગંદી ટ્રકો પર તેમણે કરેલી કારીગરી પર એક વાર તો નજર ઠરે જ છે
રશિયાના મૉસ્કોમાં નિકિતા ગોલુબેવ નામના આર્ટિસ્ટ આમ તો અદ્ભુત અને રંગબેરંગી પેઇન્ટિંગ્સ કરી જાણે છે, પરંતુ તેમનું પૅશન છે ગંદી ટ્રકોનું મેકઓવર કરવાનું. ધૂળ ખાઈને ગંદી થઈ ગયેલી ટ્રકો પરની ધૂળમાંથી આ ભાઈ આર્ટ રચે છે. જેમ રંગોળીથી ફ્લોર પર જાતજાતની કૃતિઓ રચવામાં આવે છે એમ આ ભાઈ ગંદા કૅન્વસ પર આંગળીઓ કે સ્વચ્છ પીંછી ફેરવીને એમાંથી આર્ટિસ્ટિક કૃતિઓ રચે છે. અલબત્ત, તેમની આ આર્ટ બહુ ક્ષણભંગુર છે. વધુપડતા પવનમાં કે પછી જ્યારે ટ્રકોને સાફ કરવામાં આવે ત્યારે માત્ર ઝાપટવાથી પણ આર્ટ હતી ન હતી થઈ જાય છે. એમ છતાં ગંદી ટ્રકો પર તેમણે કરેલી કારીગરી પર એક વાર તો નજર ઠરે જ છે.