કમાલનાં છે આ બહેન, ફ્લાઇટ પકડવા એક વર્ષ વહેલાં પહોંચી ગયાં

06 August, 2021 09:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે ઍલેક્સિયા પાસે પૈસા ખતમ થઈ ગયા છે અને તે ક્રોએશિયામાં જ અટવાઈ ગઈ છે. 

કમાલનાં છે આ બહેન, ફ્લાઇટ પકડવા એક વર્ષ વહેલાં પહોંચી ગયાં

ફ્લાઇટ કે ટ્રેન પકડવા માટે સમય કરતાં વહેલા પહોંચવું એ એક સારી આદત છે, પણ જો ઍરપોર્ટ કે સ્ટેશન પહોંચ્યા બાદ તમને જાણ થાય કે તમે ખોટી ફ્લાઇટ બુક કરાવી છે તો તમારી શું હાલત થાય! આવું જ કાંઈક થયું છે ઍલેક્સિયા પોર્ટમૅન નામની મહિલા સાથે. જોકે એમાં ભૂલ તેની જ હતી.
તે ફ્લાઇટ પકડવા ઍરપોર્ટ પહોંચી ત્યારે તેને જાણ થઈ કે તેણે ખોટી ફ્લાઇટનું બુકિંગ કરાવ્યું હતું. એ હિસાબે તે પૂરું એક વર્ષ વહેલી પહોંચી ગઈ હતી. ઍલેક્સિયાને ક્રોએશિયાથી તેના ઘરે પહોંચવું હતું, પણ ઍરપોર્ટ પહોંચ્યા બાદ તેના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક બ્રિટિશ ટ્રાવેલર્સે સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ક્રોએશિયા જતી ફ્લાઇટનું બુકિંગ કરાવી દીધું છે. હવે ઍલેક્સિયા પાસે પૈસા ખતમ થઈ ગયા છે અને તે ક્રોએશિયામાં જ અટવાઈ ગઈ છે. 
ઍરપોર્ટ પર પૂરા લગેજ સાથે બેઠેલી ઍલેક્સિયાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેને અત્યાર સુધી ૧.૮ લાખ કરતાં વધુ લાઇક્સ મળી છે.

offbeat news