ડૂબી ગયેલા ટાઇટૅનિકમાં જે દરવાજાના સહારે હિરોઇન બચી ગયેલી એ ૬ કરોડ રૂપિયામાં વેચાયો

28 March, 2024 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગના લોકોનું કહેવું છે કે આ દરવાજાની સાઇઝ જોતાં જૅક અને રોઝ બન્ને આરામથી એમાં ફિટ થઈ શકે એમ હતાં

ટાઇટૅનિકનો દરવાજો

જેમ્સ કૅમરુનની ૧૯૯૭માં આવેલી આઇકૉનિક ફિલ્મ ‘ટાઇટૅનિક’ જોનારાઓને યાદ હશે કે ફિલ્મના અંતે રોઝ એક વુડન દરવાજાના સહારે બચી જાય છે. આ જ દરવાજો તાજેતરમાં પ્લૅનેટ હૉલીવુડ ઑક્શનમાં ૬ કરોડમાં વેચાયો છે. એ વાત નોંધનીય છે કે આ આઇકૉનિક પ્લૅન્ક કે દરવાજો વર્ષોથી ચર્ચા અને દલીલનો વિષય રહ્યો છે. જૅક (લિઓનાર્ડો) રોઝ (કેટ વિન્સલેટ)ને બચાવવા માટે આ વુડન પ્લૅન્કનું બલિદાન આપે છે. જોકે મોટા ભાગના લોકોનું કહેવું છે કે આ દરવાજાની સાઇઝ જોતાં જૅક અને રોઝ બન્ને આરામથી એમાં ફિટ થઈ શકે એમ હતાં અને બન્ને જણ બચી શક્યાં હોત! આ સંદર્ભે એટલી બધી ઊંડાણમાં ચર્ચા થઈ હતી કે ડિરેક્ટર અને લેખક કૅમરુને કહેવું પડ્યું કે આ દરવાજાની સાઇઝ નાની રાખવી જોઈતી હતી.

offbeat videos offbeat news titanic social media