રૅશ ડ્રાઇવિંગ કરતી વખતે યાદ રહે એ માટે ટર્કીમાં હાઇવે પર ચગદાયેલી કારનો ભંગાર ઊંચા સ્થાને ગોઠવવામાં આવે છે

17 October, 2025 11:22 AM IST  |  Turkey | Gujarati Mid-day Correspondent

આ કારના ભંગારની ઉપર ખાસ નંબર પણ લગાવવામાં આવે છે

ઊંચા પોલ બનાવીને એના પર અકસ્માતમાં ચગદાઈ ગયેલી કારો ગોઠવવામાં આવે છે

ટર્કીમાં હાઇવે પર જ્યાં સ્પીડ-ડ્રાઇવની શક્યતાઓ ઊંચી હોય ત્યાં ઠેકઠેકાણે ઊંચા પોલ બનાવીને એના પર અકસ્માતમાં ચગદાઈ ગયેલી કારો ગોઠવવામાં આવે છે. આ કારના ભંગારની ઉપર ખાસ નંબર પણ લગાવવામાં આવે છે. આ નંબર અને સિમ્બૉલ પરથી સ્થાનિકોને ખબર પડે છે કે આ અકસ્માત ક્યાં થયેલો અને એનો અંજામ શું આવ્યો હતો. હાઇવે ઑથોરિટીનો આશય એટલો જ છે કે જ્યારે પણ ડ્રાઇવર એક્સેલરેટર દબાવીને બેફામ ચલાવવા જાય ત્યારે તેને રસ્તામાં આવી કારનો ભંગાર દેખાતાં કદાચ તેનો રૅશ ડ્રાઇવિંગનો વિચાર બદલાઈ જાય તો એટલા અકસ્માતો થતા બચે.

offbeat news international news world news turkey road accident