નાનપણમાં મૃત્યુથી બચેલી આ ટ્વિન્સ સિસ્ટર્સ છે ટીચર

25 September, 2021 04:35 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

નવાઈની વાત એ છે કે ઍબી અને બ્રિટની પાસે અલગ-અલગ ડિગ્રી છે

ઍબી અને બ્રિટની હેન્સેલ

વિદ્યાર્થિનીઓની ટ્વિન્સ જોડી હોય એ સમજી શકાય, પણ ટીચર્સની ટ્વિન્સ જોડી હોય એ તો અસાધારણ જ કહેવાય.

અમેરિકાની ઍબી અને બ્રિટની હેન્સેલ નામની ટ્વિન્સ સિસ્ટર્સ એવી છે જેના જન્મ વખતે એવું કહેવાતું કે ત્રણ કરોડમાં એક કિસ્સો એવો હોય જેમાં આ પ્રકારની આઇડેન્ટિકલ ટ્વિન્સ બચે. જોકે ઍબી-બ્રિટની એ એક લકી બહેનો હતી જે બચી ગઈ અને ભણી-ગણીને મોટી થઈ. અત્યારે તેમની ઉંમર ૩૧ વર્ષ છે અન બન્ને ટીચર છે. નાનપણથી જ તેમણે ટીચર બનવાનું સપનું સેવ્યું હતું અને એકમેકને પ્રોત્સાહિત કરીને એ સપનું સાકાર કરી લીધું.

નવાઈની વાત એ છે કે ઍબી અને બ્રિટની પાસે અલગ-અલગ ડિગ્રી છે, પરંતુ તેમણે ગમેત્યારે જોડીમાં જ ભણાવવા જવું પડતું હોવાથી તેમણે એક જ વ્યક્તિનું કામ કર્યું કહેવાય એટલે તેમને એક કામ બદલ પગાર પણ એક જ મળે છે.

offbeat news international news