ભારતીય મહિલાનું નામ સ્વસ્તિકા હોવાથી ઉબરે પહેલાં તેના પર બૅન મૂક્યો અને પછી માફી માગી

23 April, 2024 10:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જર્મનીના કુખ્યાત હિટલરની નાઝી પાર્ટીનું ચિહ્‍ન સ્વસ્તિક હતું એટલે ઉબરે ભારતીય મહિલાનું નામ હિટલર સાથે સંકળાયેલું છે એવું માનીને સેવા આપવાની ના પાડી દીધી હતી.

પ્રતીકાત્મક તસવીર

ઘટના ઑસ્ટ્રેલિયાની છે. ઉબરે એક ભારતીય મહિલા પર ટૅક્સી બુક કરવા તથા ફૂડ ઑર્ડર કરવા પર બૅન મૂક્યો હતો. કારણ એ હતું કે આ મહિલાનું નામ સ્વસ્તિકા છે. થોડા સમય પહેલાં સ્વસ્તિકા ચંદ્રાએ ઉબર ઈટ્સ પરથી ફૂડ ઑર્ડર કર્યું હતું, પણ ઉબરે કંપનીની પૉલિસીનું કારણ આગળ ધરીને સર્વિસ પૂરી પાડવાનો ઇનકાર કર્યો હતો. એટલું જ નહીં, ઉબરે તેને નામ બદલવાની સલાહ પણ આપી હતી. જર્મનીના કુખ્યાત હિટલરની નાઝી પાર્ટીનું ચિહ્‍ન સ્વસ્તિક હતું એટલે ઉબરે ભારતીય મહિલાનું નામ હિટલર સાથે સંકળાયેલું છે એવું માનીને સેવા આપવાની ના પાડી દીધી હતી. જોકે પછીથી સ્વસ્તિકાએ સ્પષ્ટ કર્યું હતું કે મારું નામ સંસ્કૃત શબ્દ સ્વસ્તિક પરથી છે જે સુખ, સમૃદ્ધિ અને શુભનું પ્રતીક છે. સ્વસ્તિકાની રજૂઆત બાદ ઉબરે માફી માગી લીધી હતી.

offbeat videos offbeat news social media uber