મોંઘી રેસ્ટોરાંની બહાર ખાધા સસ્તા કબાબ

19 October, 2021 10:03 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

લંડનમાં શરૂ થયેલી સોલ્ટ બેની નવી રેસ્ટોરાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી સોશ્યલ મીડિયા પર છવાયેલી છે

ફુડ-વિશેષજ્ઞ

લંડનમાં શરૂ થયેલી સોલ્ટ બેની નવી રેસ્ટોરાં છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી સોશ્યલ મીડિયા પર છવાયેલી છે. અદ્ભુત ખોરાક માટે નહીં, એના ઊંચા ભાવને લીધે એ સોશ્યલ મીડિયા પર છવાઈ ગઈ છે. કેટલાંક અઠવાડિયાં પહેલાં લંડનની આ રેસ્ટોરાંનાં બિલ નેટિઝન્સને રોષ અપાવવા માટે પર્યાપ્ત હતાં.

આ રેસ્ટોરાંમાં બાવીસ અલગ-અલગ જાતની આઇટમ મળે છે. સૌથી સસ્તી આઇટમની કિંમત ૯ પાઉન્ડ હતી, જ્યારે ટર્કિશ ચા મફત હતી. ચાર જણ અહીં જમવા ગયા ત્યારે કુલ બિલ ૩૭,૦૨૩.૧૦ પાઉન્ડ એટલે કે ૩૮ લાખ રૂપિયા આવ્યું હતું. આ બિલનો ફોટો પણ વાઇરલ થયો હતો, જેની આડકતરી રીતે ટીકા કરવા માટે એક જાણીતા 

ફુડ-વિશેષજ્ઞએ રેસ્ટોરાંમાં પહોંચીને ત્યાંની આઇટમ્સને સ્થાને રેસ્ટોરાંની બહાર મળતા સસ્તા કબાબ ખાઈને એની પ્રશંસા કરી હતી. તે પોતાના ફૉલોઅરને કહેવા માગતો હતો કે પૈસા ખર્ચવા માટે ઘણી જગ્યા છે, અહીં વેડફવાની જરૂર નથી.

offbeat news international news london