સ્માર્ટ ટૂથબ્રશથી પત્નીએ પતિના અફેરને પકડી પાડ્યું

08 June, 2025 06:54 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

જ્યારે પણ ટૂથબ્રશનો ઉપયોગ થાય ત્યારે મહિલાના મોબાઇલમાં નોટિફિકેશન આવતું

પ્રતીકાત્મક તસવીર

બેવફા પતિના અફેરને પકડવા માટે કોઈ મહિલાઓ ડિટેક્ટિવ હાયર કરે છે તો કોઈક તેનો સ્માર્ટફોન ફંફોસે છે. જોકે બ્રિટનમાં એક મહિલાને તેના પતિના ટૂથબ્રશ પરથી લગ્નબાહ્ય સંબંધ પકડી પાડ્યો હતો. વળી તેનો કોઈ આશય નહોતો પતિ પર શંકા કરવાનો, બલ્કે તેનું નૉર્મલ કુતૂહલ સંતોષવા માટે કરેલી તપાસ તેને પતિના કાંડનો પર્દાફાશ કરવામાં મદદરૂપ નીવડી હતી. મૂળે સંતાનો બરાબર બ્રશ કરે છે કે નહીં અને કરે છે તો ક્યારે કરે છે એનો રેકૉર્ડ રાખવા માટે મહિલા પરિવારના સભ્યો માટે સ્માર્ટ ટૂથબ્રશ લાવી હતી. જ્યારે પણ ટૂથબ્રશનો ઉપયોગ થાય ત્યારે મહિલાના મોબાઇલમાં નોટિફિકેશન આવતું. જોકે તેણે જોયું કે દર અઠવાડિયે શુક્રવારના દિવસે અજીબ ટાઇમ પર ટૂથબ્રશ વપરાયાનું નોટિફિકેશન આવે છે. આ એવો સમય હોય છે જેમાં બાળકો સ્કૂલે ગયાં હોય અને પતિ ઑફિસે ગયો હોય. એક-બે શુક્રવાર તો તેણે આ વાત નજરઅંદાજ કરી, પણ વારંવાર આવું બનવા લાગ્યું એટલે તેણે શુક્રવારે પતિ કેટલા વાગ્યે ઘરેથી નીકળે છે એની તપાસ કરી તો ખબર પડી કે શુક્રવારે ભાઈસાહેબ ઑફિસ જતા જ નથી. પત્ની ઑફિસ જાય એ પછી તે કોઈક બીજી મહિલાને ઘરે બોલાવે છે અને એ વખતે પતિનું સ્માર્ટ ટૂથબ્રશ વપરાય છે. મહિલા ઘરે અચાનક જ પાછી આવે છે ત્યારે પતિને બીજી મહિલા સાથે રંગેહાથ પકડી લે છે.

great britain offbeat news international news