એલિયન છે બ્રિટિશ ઍક્ટ્રેસનો બૉયફ્રેન્ડ

22 June, 2021 09:43 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

એબી બેલા નામની બ્રિટિશ અભિનેત્રીએ તાજેતરમાં જણાવ્યું છે

એબી બેલા

કોઈ સામાન્ય મહિલા જ્યારે એમ કહે કે એલિયન મારો બૉયફ્રેન્ડ છે તો ભાગ્યે જ કોઈ વ્યક્તિ તેની આ વાતને સાચી માની લે. તેની આવી વાત બહુ વાઇરલ પણ ન થાય, પરંતુ જ્યારે કોઈ અભિનેત્રી આવું કહે તો ચકચાર જરૂર થાય. એબી બેલા નામની બ્રિટિશ અભિનેત્રીએ તાજેતરમાં કહ્યું કે ‘માનવ જેવા દેખાતા, પણ માનવો કરતાં લાંબા અનો પાતળા કદના પાંચ લોકોએ મારું અપહરણ કર્યું હતું. મારી સાથે લગભગ ૨૦ મિનિટ વિતાવ્યા બાદ હું સુરક્ષિત ઘરે પાછી ફરી હતી.’

તેનું કહેવું છે કે એલિયન્સે ગયા મહિને તેના બેડરૂમની બારીમાંથી તેનું અપહરણ કર્યું હતું અને તેને યુએફઓમાં કોઈક અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. હવે બેલા કહે છે કે હું તેના પરગ્રહવાસી એન્ડોરમેડા ગૅલૅક્સીના રહેવાસી બૉયફ્રેન્ડના ગળાડૂબ પ્રેમમાં છું અને બીજી મુલાકાતની રાહ જોઈ રહી છું.

offbeat news international news united kingdom