24 April, 2024 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રાચી નિગમની તસવીર
ઉત્તર પ્રદેશમાં દસમા ધોરણની બોર્ડ એક્ઝામમાં ૯૮.૫% મેળવીને ટૉપર બનેલી પ્રાચી નિગમની સિદ્ધિની થવી જોઈએ એટલી વાહવાહી ન થઈ, કારણ કે પ્રાચીના લુકને કારણે સોશ્યલ મીડિયા પર આખી વાત આડે પાટે ચડી ગઈ. પ્રાચીના ચહેરા પર વાળ છે અને મૂછના ભાગમાં આ વાળ ઊડીને આંખે વળગે છે એટલે સોશ્યલ મીડિયા પર એવા પણ કેટલાક લોકો નીકળ્યા જેમણે તેની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવવાને બદલે તેની મજાક ઉડાડી. જોકે એની સામે પ્રાચીના સપોર્ટમાં પણ ઘણા લોકો આવી ગયા અને તેમણે ચિંતા જતાવી કે પ્રાચી જેવી યંગ છોકરી પર આવી નેગેટિવિટીની ઊંડી અસર પડી શકે છે. એન્જિનિયર બનવા માગતી પ્રાચી પોતે જોકે આ બધાથી વ્યથિત નથી થઈ અને તે બીજા સફળ સ્ટુડન્ટ્સને કૉન્ગ્રેચ્યુલેટ કરવામાં વ્યસ્ત છે.