સિગારેટ પીવાથી તાવ મટી જશે એમ કહીને ડૉક્ટર જ ચાર વર્ષના બાળકને કશ ખેંચતાં શીખવે છે

17 April, 2025 01:05 PM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ઉત્તર પ્રદેશના ઝાલોનમાં એક પબ્લિક હેલ્થ સેન્ટરને હચમચાવી નાખે એવી ઘટના બહાર આવી છે. આ હેલ્થ-સેન્ટરમાં ડૉક્ટર બાળકનો તાવ ઉતારવા માટે સિગારેટ પીવાનું કહે છે અને કેવી રીતે પીવી એ શીખવે પણ છે.

વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ

ઉત્તર પ્રદેશના ઝાલોનમાં એક પબ્લિક હેલ્થ સેન્ટરને હચમચાવી નાખે એવી ઘટના બહાર આવી છે. આ હેલ્થ-સેન્ટરમાં ડૉક્ટર બાળકનો તાવ ઉતારવા માટે સિગારેટ પીવાનું કહે છે અને કેવી રીતે પીવી એ શીખવે પણ છે. સોશ્યલ મીડિયા પર આ વિડિયો વાઇરલ થયો છે. અહીં એક દંપતી તેના ચાર વર્ષના બાળકને તાવની ફરિયાદ લઈને આવ્યું હતું. અહીં સુરેશ ચંદ્ર નામના ડૉક્ટરે બાળકને સિગારેટ પિવડાવીને તાવનો ઇલાજ કરવાનો દાવો કર્યો હતો. તેમણે સિગારેટ બાળકના મોંમાં મૂકી દીધી અને પછી લાઇટરથી સળગાવીને કહ્યું કે ‘ઇસે ઐસે મુંહ મેં લગાઓ, હમ જલા રહે હૈં. તુમ અંદર ખીંચો, ઔર ખીંચો. ફૂંકો મત, હમ બતા રહે હૈં ઐસે ખીંચો. આજ કી ટ્રેઇનિંગ બસ ઇતની હૈ, કલ આના ફિર સિખાએંગે.’

વિડિયો વાઇરલ થતાં સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓ હરકતમાં આવી ગયા છે અને હકીકતમાં શું બન્યું હતું એની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.

uttar pradesh viral videos social media instagram offbeat videos offbeat news