લખનઉ-કાનપુર એક્સપ્રેસવે પર ઝટપટ રિપેરિંગ વર્ક હાથ ધરાયું અને જલદી રોડ સૂકવવા પંખા ચાલુ કરાયા

07 August, 2026 01:19 PM IST  |  Lucknow Kanpur Expressway | Gujarati Mid-day Correspondent

લખનઉ-કાનપુર એક્સપ્રેસવેના સમારકામ દરમિયાન રોડ ઝડપથી સુકાય તે માટે ટેબલ-ફૅન લગાડ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

લખનઉ-કાનપુર એક્સપ્રેસવે પર ઝટપટ રિપેરિંગ વર્ક હાથ ધરાયું અને જલદી રોડ સૂકવવા પંખા ચાલુ કરાયા

હજી ૧૩ જુલાઈએ જ લખનઉ-કાનપુર એક્સપ્રેસવેનું ઉદ્ઘાટન થયું હતું. જોકે પહેલા ૨૦ દિવસમાં જ પાંચ વાર રસ્તો ધસી જવાની ગંભીર ઘટનાઓ ઘટતાં નૅશનલ હાઇવેઝ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) એ રોડ નિર્માણ કરનારી કંપનીને તાત્કાલિક રોડ-રિપેરિંગનું કામ કરવા નિર્દેશ કર્યો હતો. એટલું જ નહીં, જ્યાં સુધી આ હાઇવે રિપેર ન થઈ જાય ત્યાં સુધી એને ટોલ-ફ્રી રાખવાની જાહેરાત પણ થઈ હતી. હવે આ રોડનું સમારકામ તડામાર ચાલી રહ્યું છે. જોકે રિપેરિંગ પછી રોડ ઝડપથી સુકાય એ માટે એ જગ્યાએ ટેબલ-ફૅન ગોઠવ્યા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. 

uttar pradesh lucknow kanpur social media viral videos offbeat news hatke news