✕

યોગ અને ફિટનેસનો અનોખો સંગમ: ડાઉનવર્ડ ડૉગ પોઝમાં સવાપંદર મિનિટ હુલા હૂપ ફેરવીને બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

29 November, 2026 03:29 PM IST  |  California | Gujarati Mid-day Correspondent

૨૦૨૬ની બીજી ઑગસ્ટે કૅલિફૉર્નિયામાં આ રેકૉર્ડ માટેનો પ્રયાસ યોજાયો હતો. ડાઉનવર્ડ ડૉગ પોઝમાં ખભા, હાથ, કરોડરજ્જુ અને પગના સ્નાયુઓ પર સતત દબાણ રહેતું હોય છે.

યોગમાં રેકૉર્ડ

યોગ અને જિમ્નૅસ્ટિક્સનાં મુશ્કેલ આસનો કરવાં એ પડકારજનક કામ છે, પરંતુ અમેરિકાના એક ફિટનેસ-ઉત્સાહીએ યોગના અત્યંત કઠિન આસનમાં રહીને હુલા હૂપ ફેરવવાનો અનોખો વર્લ્ડ રેકૉર્ડ સર્જ્યો છે. અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યના રોહનર્ટ પાર્કમાં રહેતા રેગર મૅફેઇએ યોગના પ્રચલિત ડાઉનવર્ડ ડૉગ પોઝ એટલે કે અધોમુખ શ્વાનાસનમાં સતત ૧૫ મિનિટ અને ૧૫ સેકન્ડ સુધી હુલા હૂપ ફેરવીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

સામાન્ય રીતે ઊભા રહીને કમર પર હુલા હૂપ ફેરવવું પણ ઘણા લોકો માટે અઘરું હોય છે ત્યારે આ ભાઈએ હાથ અને પગ જમીન પર ટેકવીને શરીરનો ઊલટો V આકાર બનાવી રાખીને સતત ૧૫ મિનિટ કરતાં વધુ સમય સુધી રિંગને નીચે પડવા દીધી નહોતી.

૨૦૨૬ની બીજી ઑગસ્ટે કૅલિફૉર્નિયામાં આ રેકૉર્ડ માટેનો પ્રયાસ યોજાયો હતો. ડાઉનવર્ડ ડૉગ પોઝમાં ખભા, હાથ, કરોડરજ્જુ અને પગના સ્નાયુઓ પર સતત દબાણ રહેતું હોય છે. આ સ્થિતિમાં કમરના ભાગે લયબદ્ધ હલનચલન જાળવી રાખવું એ અત્યંત કપરું કામ ગણાય છે.

california yoga guinness book of world records international news offbeat news