આ બહેન દૂધ ખરીદતાં જ નથી, પોતાના બ્રેસ્ટ-મિલ્કથી જ કામ ચલાવી લે છે

16 June, 2026 11:22 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર આ વિડિયો આવતાં જ ચર્ચાનાં વમળો તેજ થઈ ગયાં છે. ન્યુટ્રિશનિસ્ટોનું કહેવું છે કે માનું દૂધ બાળકના પોષણ માટે બનેલું છે, એનાથી પુખ્તોને પૂરતું પોષણ મળે કે કેમ એ કહી શકાય એમ નથી.

પોતાનું જ બ્રેસ્ટ-મિલ્ક પીનારી મહિલા

અમેરિકાના જ્યૉર્જિયામાં રહેતી એક મહિલાએ સોશ્યલ મીડિયામાં દાવો કર્યો છે કે તેણે ઘણા સમયથી દૂધ ખરીદવાનું જ બંધ કરી દીધું છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે દૂધ અને ડેરી પ્રોડક્ટ્સ અનેક લોકોને પોસાય એવાં નથી રહ્યાં. આ મહિલાનું કહેવું છે કે તેને બે સંતાનો છે અને તેમણે બ્રેસ્ટ-મિલ્ક પીવાનું બંધ કર્યું એ પછી પણ તેને દૂધ આવતું રહે એ માટે તેણે પમ્પથી મિલ્ક કાઢી લેવાનું શરૂ કર્યું હતું. એને કારણે તેનાં બ્રેસ્ટ્સમાં અવિરત મિલ્ક બન્યા જ કરે છે. હવે તેણે એ જ દૂધ પોતે પીવાનું શરૂ કરી દીધું છે. એને કારણે દૂધનો ખર્ચ બચી જાય છે. પર્યાવરણની દૃષ્ટિએ પણ આ સિસ્ટમ તેને સારી લાગે છે અને એનાથી સ્કિન પણ સારી રહેતી હોવાનો તેનો દાવો છે.

સોશ્યલ મીડિયા પર આ વિડિયો આવતાં જ ચર્ચાનાં વમળો તેજ થઈ ગયાં છે. ન્યુટ્રિશનિસ્ટોનું કહેવું છે કે માનું દૂધ બાળકના પોષણ માટે બનેલું છે, એનાથી પુખ્તોને પૂરતું પોષણ મળે કે કેમ એ કહી શકાય એમ નથી. 

offbeat news georgia international news world news united states of america