બહેનની અંતિમ ઇચ્છા પૂરી કરવા બહેનનાં હાડકાંમાંથી બનાવી દીધું વિન્ડચાઇમ

27 April, 2026 02:44 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ સાંભળીને કોઈ પણ ગભરાઈ જાય, પણ હકીકતમાં એરિનની બહેનની જ આવી અંતિમ ઇચ્છા હતી

એરિનની બહેન ખૂબ કલાપ્રેમી હતી

અમેરિકામાં એરિન નામની એક મહિલાએ પોતાની બહેનના મૃત્યુ પછી તેના શરીરમાંથી હાડકાં કાઢીને એમાંથી કલાત્મક ચીજો બનાવી હતી. આ સાંભળીને કોઈ પણ ગભરાઈ જાય, પણ હકીકતમાં એરિનની બહેનની જ આવી અંતિમ ઇચ્છા હતી. એરિનની બહેન ખૂબ કલાપ્રેમી હતી. તે ઇચ્છતી હતી કે તેના મૃત્યુ પછી તેના શરીરના અવશેષો વાપરીને એમાંથી સુંદર વિન્ડચાઇમ બનાવવામાં આવે. એરિને તેની બહેનનું આ સપનું પૂરું કર્યું હતું. જોકે એ માટે અંતિમ સંસ્કારની વિધિ પણ અલગ કરવી પડી હતી. સામાન્ય રીતે દાહસંસ્કાર કરવામાં આવે તો હાડકાં પણ બળી જાય છે અને માત્ર થોડાંક અસ્થિ જ બચે છે, પરંતુ એવું ન થાય એ માટે શરીર પર આલ્કલાઇન હાઇડ્રોલાઇસિસ એટલે કે પાણીઆધારિત દાહ-પ્રક્રિયા વાપરવામાં આવી હતી. એમાં શરીરને પાણીમાં રાખેલાં કેમિકલ્સથી પીગળાવી દેવામાં આવે છે. જ્યારે એમાંથી હાડકાં બચે છે ત્યારે એને પીસીને પાઉડર બનાવાય છે. આ પાઉડરને ચોક્કસ સાંચામાં નાખીને જે-તે ચીજોનું સ્વરૂપ આપવામાં આવે છે. એરિન ડેથ-એજ્યુકેટર છે અને તે માને છે કે સ્વજનોને યાદ રાખવા માટે દરેકના પોતાના રસ્તા હોય છે. તેનું કહેવું છે કે જ્યારે પણ તે આ વિન્ડચાઇમ જુએ છે ત્યારે વહાલી બહેનની નજીક હોવાનો અહેસાસ થાય છે. 

united states of america offbeat news international news world news