✕

પતિ ખૂબ જ ભોળો હોવાનું જણાવી યુવતીએ લગ્નના માત્ર ૪ દિવસમાં ડિવૉર્સ માગ્યા

28 November, 2026 02:48 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર ફરતા થયેલા રિપોર્ટ મુજબ આ મહિલાએ કથિત રીતે એવું કહ્યું હતું કે તેનો પતિ ખૂબ જ ભોળો છે અને તે તેની સાથે જીવન વિતાવી શકશે નહીં.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

એક નવી પરણેલી યુવતીએ લગ્નના માત્ર ૪ દિવસમાં ડિવૉર્સની માગણી કરી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. એમાં તેણે આપેલા કારણે ઑનલાઇન ભારે ચર્ચા જગાવી છે. આ ‌કિસ્સો ઉત્તર પ્રદેશના મોરાદાબાદનો હોવાની ચર્ચા છે.

સોશ્યલ મીડિયા પર ફરતા થયેલા રિપોર્ટ મુજબ આ મહિલાએ કથિત રીતે એવું કહ્યું હતું કે તેનો પતિ ખૂબ જ ભોળો છે અને તે તેની સાથે જીવન વિતાવી શકશે નહીં. ડિવૉર્સ પાછળના આ અસામાન્ય કારણે સોશ્યલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે જેના પગલે સુસંગતતા, અપેક્ષાઓ અને સંબંધો વિશે મિશ્ર પ્રતિક્રિયાઓ અને ચર્ચાઓ શરૂ થઈ છે. આ ઘટના વાઇરલ થઈ હોવાનું કહેવાય છે, જેમાં ઘણા લોકોએ લગ્નના આટલા ટૂંકા ગાળા અને અલગ થવા માટે અપાયેલા કારણ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

uttar pradesh moradabad viral post social media offbeat news